મુંબઈ,તા.૧૨
રાફેલ એરક્રાફ્ટ ડીલમાં કૌભાંડનો આરોપ લગાવીને વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. આ રાજકીય ઘમાસાણમાં ફસાયેલી અનિલ અંબાણીની કંપની રિલાયન્સે કહ્યું કે તેને કોન્ટ્રાક્ટ ડસોલ્ટથી મળ્યો છે રક્ષા મંત્રાલયથી નથી મળ્યો. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે પાયા વિહોણા અને ખોટા આરોપ જાણી જાઇને લોકોને ગેરમાર્ગે કરવા અને મુદ્દાને ભટકાવવમાં માટે લગાવવામાં આવી રહ્યા છે.
ઓછા અનુભવ અને સરકારી કંપની હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડને નજર અંદાજ કરવા જેવા દરેક મુદ્દા પર જવાબ આપતા સમૂહ તરફથી કહેવામાં આવ્યું છે કે ૩૬ રાફેલ ફાઇટર જેટ્સ સપ્લાઇ કરનારી કંપની ડસોલ્ટે રિલાયન્સે ડિફેન્સને ‘ઓફસેટ’ કે એક્સપોર્ટના કામ માટે પસંદ કર્યો. વિદેશી વેન્ડર માટે ભારતીય પાર્ટનરની પસંદગીમાં રક્ષા મંત્રાલયની કોઇ ભૂમિકા નથી.
રિલાયન્સ ડિફેન્સ લિમિટેડના સીઇઓ રાજેશ ધીંગરાએ કહ્યું કે બે સરકારોની વચ્ચે થયેલી ડીલ મુજબ દરેક ૩૬ એરક્રાફ્ટ્સનો પુરવઠો ફ્લાઇ-વે ઈન્ડિશનમાં થવો જાઇએ. જેનો મતલબ છે કે તેમને ફ્રાન્સથી ડેસોલ્ટ દ્વારા નિકાસ કરવામાં આવશે અને કે અન્ય કોઇપણ પ્રોડક્શન એજન્સી હોય શકે નહીં, કારણકે એરક્રાફ્ટનું પ્રોડક્શન ભારતમાં થવું જરૂરી નથી.
વધુમાં તેમણે કહ્યું કે ૧૨૬ મીડિયમ મલ્ટિ રોલ કોમ્બેટ એરફ્રાફ્ટ પ્રોગામમાં પ્રોડક્શન એજન્સી પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે ક્્યારેય કોન્ટ્રાક્ટ સ્ટેજ પર પહોંચ્યું નથી.
રાજેશ ધીંગરાએ કહ્યું રિલાયન્સ ડિફેન્સ કે રિલાયન્સ સમૂહની કોઇ કંપનીને આજ સુધી ૩૬ રાફેલ એરક્રાફ્ટથી સંબંધિત કોઇ કોન્ટ્રાર્ટ રક્ષા મંત્રાલયથી મળ્યો નથી. આરોપ પૂર્ણ રીતે પાયાવિહોણા અને ખોટા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



