મુંબઈ,તા.૪
તલવાર અને રાઝી ફિલ્મ ફેમ ફિલ્મ સર્જક મેઘના ગુલઝારે કહ્યું હતું કે આજની તારીખમાં કન્ટેન્ટ (કથા) સાચો સુપર સ્ટાર છે. માત્ર સ્ટાર્સના જારે ફિલ્મો ચાલે એ સમય પૂરો થઇ ગયો.
પાટનગર નવી દિલ્હીમાં યોજાએલા ચેંજિંગ ટ્રેન્ડ્સ આૅફ હિન્દી સિનેમા વિશેના પરિસંવાદમાં મેઘના બોલી રહી હતી. એણે કહ્યું કે એક સમય હતો જ્યારે માત્ર કલાકારના નામ પર કે ગીત-સંગીતના જારે ફિલ્મો ચાલતી હતી. પરંતુ હવે એવો સમય રહ્યો નથી. હવે તો લોકો કન્ટેન્ટ માગે છે. આજના ઇન્ટરનેટના જમાનામાં આંગળીના ટેરવે આખી દુનિયાનું મનોરંજન ઉપલબ્ધ હોય ત્યારે સ્ટાર્સના નામે ફિલ્મો ચાલે નહીં. કથામાં દમ હોય તો સાવ નાનકડા કલાકારો પણ ફિલ્મને પોતાના ખભે ઊંચકી લે. ‘આજે કન્ટેન્ટ ફિલ્મને હિટ બનાવવામાં ખૂબ મહ¥વનું પરિબળ બની રહ્યું છે’ એમ એણે ભારપૂર્વક કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે અગાઉના દાયકાઓમાં લોકો પોતાના માનીતા કલાકારોને જાવા થિયેટરોમાં જતાં હતાં. આજે એ પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. આજે લોકો કથાને મહ¥વ આપતાં થયાં છે. કથા સચોટ હોય તો ફિલ્મ અચૂક ચાલે. બાકી બધું ગૌણ બની રહે છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





