સર્જિકલ સ્ટ્રાઇકને લઇને રાજનીતિ

0
15

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર એક મોટી સિદ્ધી તરીકે સર્જિકલ હુમલાને લઇને ઉજવણી કરી રહી છે.

પરંતુ આ પ્રશ્ન પોતાની જગ્યાએ છે કે જે કઇ પણ થયુ હતુ તેને સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ગણી શકાય છે કે કેમ ? મહાન રણનિતીકાર સર બાસિલ લિડેલ હાર્ટ કહે છે કે સર્જિકલ હુમલો સામ વાળા દેશની કમજાર નસ પર ચલાવવામાં આવેલા અચુક તીર જેવો હુમલો હોય છે. સર્જિકલ હુમલાનો અર્થ એક એવી કાર્યવાહી હોય છે જે દુશ્મનની ક્ષમતાને મોટા પાટે ખતમ કરી નાંખે છે. જેમ કે વર્ષ ૧૯૬૭માં ઇજરાયેલે એકાએક હવાઇ હુમલા કરીને ઇજિપ્તના હવાઇ દળને ખતમ કરવામાં સફળતા મેળવી હતી. પાકિસ્તાનમાં ત્રાસવાદી નેટવર્કના અડ્ડા પર સીધી હુમલા થવાની સ્થતીમાં તેના ખર્ચમાં વધારો થઇ જાય છે. જરૂરી નથી કે અમને સરહદ પાર કરીને પોના સેનિકોને મોકલવાની ફરજ પડ. ભારતીય સેનાની પાસે કુશળ અને સટીક મારક મિસાઇલ છે.

આ મિસાઇલનો ઉપયોગ કરીને ત્રાસવાદીઓની કમર તોડી પાડવાના પ્રયાસ કરવા જાઇએ. શબ્દકોશમાં સર્જિકલ સ્ટ્રાઇકને કોઇ પણ પ્રકારની ચેતવણી આપ્યા વગર કરવામા ંઆવેલા એક એવા હુમલા તરીકે ગણાવમાં આવ્યા છે જેના ઇરાદા કોઇ ખાસ ટાર્ગેટને ફુંકી મારવા માટેના હોય છે. આધુનિક સમયમાં સર્જિકલ સ્ટ્રાઇકનો અર્થ બદલાઇ ગયો છે. આનો અર્થ એ થયો કે છે કે એક એવી કાર્યવાહી જેમાં દુશ્મનની ક્ષમતાને એકાએક ઘટાડી દે છે. સર્જિકલ સ્ટ્રાઇક દુનિયાના શક્તશાળી દેશો કરતા રહ્યા છે. આનો દાખલો ઇઝરાયેલ ઉપરાંત અમેરિકાએ પણ બેસાડ્યો છે. અમેરિકી સીલ દ્વારા વિશ્વના સૌથી ખતરનાક ત્રાસવાદી ઓસામા બિન લાદેનને ઠાર મારી દેવા ંમાટે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. લાદેન અંગે પાકી માહિતી મળી ગયા બાદ તેના અડ્ડા પર હેલિકોપ્ટર મારફતે હુમલો કરવામાં આવ્યો હતો.

જુન ૨૦૦૬માં અમેરિકાએ એક એફ-૧૬ સી વિમાનથી ૫૦૦ એલબીના ે નિર્દેશિત બોમ્બર ઇરાકના દિયાલા પ્રાંતમાં ઝીકી દીધા હતા. આ બોમ્બ હુમલામાં અબુ મુસાબ અલ જરકાવી માર્યો ગયો હતો. આવી જ રીતે ઓગષ્ટ ૨૦૦૯માં સીઆઇએના ડ્રોન વિમાને એકમાત્ર મિસાઇલ ઝીંકી હતી. જેમાં તહેરિકે તાલિબાન પાકિસ્તાનના ૫૦૦૦ મજબુત ત્રાસવાદીઓના લીડર સરદાર બૈતુલ્લા મસુદનુ મોત થયુ હતુ.ક્લાસિક સર્જિકલ હુમલાના આ એવા દાખલા છે જે સાબિત કરે છે કે કઇ રીતે દુશ્મનની તાકાતને ખતમ કરી દેવામાં આવે છે. તેની તાકાતને નૈતિક રીતે ખતમ કરી દેવામાં આવે છે. સર્જિકલ હુમલા મોટા પાયે પણ કરવામાં આવે છે.

પ્રથમ અખાત યુદ્ધ વેળા શરૂઆતી દોરમાં બગદાદ પર બોંબ વર્ષા કરવામાં આવી હતી. જેને ઓપરેશન શોક એન્ડ ઓ નામ આપવામાં આવ્યુ હતુ. તે બાથ સરકારને કમજાર કરવા માટે હુમલા કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે તેની ઓફિસ અને સૈન્ય તેમજ દુરસંચાર સ્થળોને ફુંકી મારવામાં આવ્યા હતા. તેના ઇરાદા ખાસ હતા અને તેમાં સફળતા પણ મળી હતી. બીજી બાજુ ડ્રેસ્ડેન પર કરવામાં આવેલા હુમલા પણ ઉપયોગી હતા. જેના કારણે આ શહેરમાં આગની જ્વાળા ચારેબાજુ જાવા મળી હતી. એક સફળ સર્જિકલ હુમલાના પ્રભાવ વિનાશકારી રહે છે. આ દ્રષ્ટિથી ઉરીમાં સેનાના કેમ્પ પર જે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં જે સર્જિકલ હુમલા કરવામાં આવ્યા હતા તેને આ હુમલા તરીકે ગણી શકાય નહી. આના ત્રણ દિવસ બાદ જ પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓએ બારામુલ્લામાં હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા પણ કેટલીક જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આજે પણ પાકિસ્તાનમાં ખતરનાક ત્રાસવાદીઓ તેમની બેગમોની સાથે આરામથી ઉંઘી રહ્યા છે. જાકીઉર રહેમાન લખવી અને સઇદ સલાહુદ્દીન આરામથી ફરી રહ્યા છે. આ ખતરનાક ત્રાસવાદીઓ પત્રકાર પરિષદ યોજવાની હિમ્મત પણ કરી રહ્યા છે. જાણકાર નિષ્ણાંતો માને છે કે ભારતીય સેના ખુબ મજબુત સેના છે. સર્જિકલ સ્ટ્રાઇકને લઇને કેટલાક પ્રશ્નો થઇ રહ્યા છે. સરહદ પાર કેટલીક રીતે ગુપ્ત કાર્યવાહીને સર્જિકલ સ્ટ્રાઇક તરીકે ગણી શકાય નહી. ભારતીય સેનાએ જારદાર કાર્યવાહી કરી હતી. તેમાં કોઇ બે મત નથી. કેટલાક અડ્ડાને પણ ફુંકી મારવામાં આવ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY