સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક એસ. ગુરુમૂર્તિની આરબીઆઈના બોર્ડમાં નિયુક્તિ

0
10

ન્યુ દિલ્હી,તા.૮
ભાજપ અને આરએસએસના નિકટવર્તી એસ. ગુરુમૂર્તિની આરબીઆઈના બોર્ડમાં નિયુક્તિ કરવામાં આવી છે. ગુરુમૂર્તિ વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક છે. તેઓ આર્થિક અને રાજકીય સમીક્ષકની સાથે-સાથે તમિલ મેગેઝીન તુઘલકના તંત્રી પણ છે. એસ. ગુરુમૂર્તિનો આરબીઆઈના બોર્ડમાં સદસ્ય તરીકેનો કાર્યકાળ ચાર વર્ષનો રહેશે. ગુરુમૂર્તિ આર્થિક સમીક્ષક અને પત્રકાર છે અને તેઓ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ માટે ઘણાં મશહૂર છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ મુખર અવાજામાંથી એક ગુરુમૂર્તિ નોટબંધીના મોટા સમર્થકોમાંથી એક છે.
આરએસએસ અને ભાજપના ટેકેદાર રહેલા ગુરુમૂર્તિને વિદેશી બેંકોમાં રહેલા કાળા ધનની વાપસી માટે ભાજપની ટાસ્ક ફોર્સમાં સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એસ. ગુરુમૂર્તિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના પણ નિકટવર્તી માનવામાં આવે છે. સંઘ પરિવાર સાથેની ઘનિષ્ઠતાને કારણે સંગઠનના ઘણાં મોટા નિર્ણયોમાં ગુરુમૂર્તિનું યોગદાન રહેલું છે. ચેન્નઈની વિવેકાનંદ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. ૧૯૭૨માં તેઓ સીએ બન્યા અને ૧૯૭૬માં તેમણે પોતાની ફર્મ ગુરુ એન્ડ વરાધાનની શરૂઆત કરી હતી. ઘણાં મોટા કોર્પોરેટ વિવાદોને પણ ગુરુમૂર્તિએ ઉકેલ્યા છે અને હજીપણ આના સંદર્ભે કામગીરીકરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY