શ્રીનગર,તા.૧૨
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કાંડીના જંગલોમાં મંગળવાર સાંજથી ચાલી રહેલી અથડામણમાં ગુરુવારે સવારે સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો છે.
મંગળવાર સાંજથી જ સેના ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ૩ કમાન્ડોના એક જવાન પણ શહીદ થઈ ગયા હતા. ત્યાં અત્યારે ગાઢ જંગલોમાં ઓપરેશન ચાલુ છે.
કુપવાડાના કાંડી ગામમાં સ્થાનિક લોકોએ સાંજે ૫ વાગે લગભગ ગોળીઓની ગૂંજ સાંભળી હતી. જેની માહિતી તેમણે સેનાને આપી. જે બાદથી જ સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.
સેનાના અધિકારીએ જણાવ્યુ કે ૪૭ આરઆરના જવાનોએ જંગલમાં કેટલાક આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા. પરંતુ જંગલ ગાઢ હોવાના કારણે તે ભાગવામાં સફળ થઈ ગયા હતા.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


