સરકારના જુઠ્ઠાણાથી દેશની જનતા કંટાળી ગઇ છેઃ ધારાસભ્ય પી.ડી.વસાવા

0
6

રાજપીપળા,તા.૨૨
ગુજરાતમાં ખેડૂતોની ટેકાના ભાવને લઇ હાલત કફોડી બની છે અને ભાજપ સરકાર પણ મગફળીનાં ટેકાના ભાવ જાહેર કર્યા બાદ પણ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવતી નથી. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ અપનાવી રહી છે જેની સામે કોંગ્રેસ દ્વારા રાજ્ય વ્યાપી ધરણાનો કર્યક્રમ આપવામાં આવ્યો હતો, ત્યારે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
આ બાબતે નાંદોદ ધારાસભ્ય પી. ડી.વસાવાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરે નહીં તો કોંગ્રેસ વધુ ઉગ્ર આંદોલનો કરશે. દેશમાં ચાર રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે અને ૨૦૧૯માં પણ જનતા આ જૂઠ્ઠી સરકારને ઘર ભેગી કરશે એ વાત ચોક્કસ છે.
ધરણા કાર્યક્રમમાં ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાળંદ, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, ઉપપ્રમુખ જયંતિ વસાવા, પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલ, મહિલા પ્રમુખ મનીષા વસાવા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ધારણા પર બેઠા હતા અને સરકાર વિરોધી સૂત્રોચાર પણ કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY