બિહારમાં લોકસભાની ૪૦માંથી ૪૦ બેઠકો જીતીશુઃ અમિત શાહ

0
7

ભાજપ અધ્યક્ષે નીતિશ કુમાર સાથે મુલાકાત કરી
પટણા,તા.૧૨
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાંચી બાદ આજે બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન અમિત શાહે કહ્યુ કે બિહારમાં ભાજપનું નીતીશ કુમાર સાથેનું ગઠબંધન ચાલુ જ રહેશે. બિહાર પ્રવાસ દરમિયાન અમિત શાહે નીતીશ કુમાર સાથે ૨૦૧૯માં થનારી લોકસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી હશે.
અમિત શાહે કહ્યુ કે ગઠબંધન તોડવાનો કોઈ સવાલ જ નથી. બિહારમાં ત્નડ્ઢેં સાથે ગઠબંધન ચાલુ રહેશે. એમને કહ્યુ કે કોઈપણ પરિસ્થિતિમાં નીતીશ કુમાર સાથે ગઠબંધનતૂટવાનુ નથી. બિહારમાં લોકસભાની ૪૦માંથી ૪૦ બેછકો જીતી લઇશુ. આજે સવારે નાસ્તાના સમયે અમિત શાહે નીતીશ કુમારની મુલાકાત લીધી હતી.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સવારે નાસ્તા દરમિયાન મુલાકાત કરી હતી. જેડીયુ એનડીએમાં પરત ફર્યા બાદ અમિત શાહની આ પહેલી બિહાર મુલાકાતમાં આ બંને નેતાઓની મુલાકાત આવનારા દિવસોની રાજકીય તસવીરની દશા અને દિશાની દ્રષ્ટિથી ખૂબ જ અગત્યની છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ચહેરો કોનો હશે અને કંઇ પાર્ટીને કેટલી સીટો મળશે, આ બંને પ્રશ્નોનો રસ્તો એનડીએના કોઇ પક્ષને સૂઝતી નથી. કહેવાય છે કે અમિત શાહ અને નીતીશ કુમારની મુલાકાત આ પ્રશ્નોની આજુબાજુ કેન્ઢ્રિત છે. અડધા કલાકથી વધુ ચાલેલી આ મુલાકાત બાદ નીતીશ કુમાર હસતા-હસતા બહાર તો નીકળ્યા પરંતુ જેડીયુ કે ભાજપ કોઇ પક્ષની તરફથી કોઇનું નિવેદન સામે આવ્યું નથી.
શાહ અને નીતીશની આ બેઠકમાં બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય પણ હાજર હતા. શાહ રાત્રિ ભોજન દરમ્યાન પણ સીએમ આવાસમાં નીતીશ કુમાર સાથે મુલાકાત કરશે. એવામાં અગત્યનો પ્રશ્ન એ છે કે આ ‘પોલિટિકલ નાસ્તો’ અને ‘પોલિટિકલ ડિનર’નું પરિણામ શું બિહારમાં એનડીએના તમામ ઘટક પક્ષોને સાથે રાખવામાં સફળ થશે?
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY