મોહાલી,તા.૧૮
કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન ડેવિડ મિલરે કેપ્ટન રવિચંદ્રન અશ્ર્વિનના તેની ઓલ-રાઉન્ડ આવડત માટે વખાણ કરતા કહ્યું હતું કે તે ચાલાક ઓલ-રાઉન્ડર ટીમમાં મોટી પૂંજી સમાન છે. “સુકાની અશ્ર્વિને બેટ અને બોલ વડે ઘણો સારો દેખાવ કરી ટીમને સારી સ્થિતિમાં લાવી મૂકી છે, એમ દક્ષિણ આફ્રિકાના મિલરે પત્રકારો જોડેની વાતચીતમાં કહ્યું હતું.
કિંગ્સ ઈલેવન પંજાબે ઉપરાઉપરી બે પરાજય પછી રાજસ્થાન રોયલ્સ સામે સ્પર્ધામાં પોતાનો પાંચમો વિજય મેળવી તેની નવ મેચમાંથી કુલ ૧૦ પોઈન્ટ હાલ હાંસલ કર્યા છે.
મિલરે કહ્યું હતું કે અશ્વિને ઘણી સારી અને કરકસરભરી બાલિંગ કરી છે તથા વિકેટો પણ ઝડપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



