સુરત, તા.૩
બહેન સાથે આડા સંબંધ ધરાવતા હોવાના વહેમમાં કારીગરે કારીગરની હત્યા કરી હતી. આ બનાવ લીંબાયત નારાયણ નગરના એમ્બ્રોઈડરી કારકાનામાં બન્યો હતો.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયત નારાયણનગર-૧, એમ્બ્રોઈડરી ખાતામાં કામ કરતો સંતોષકુમાર પંચરતન રામ ઉ.વ.૨૨ની આરોપી શુભમ ગૌરીશંકર મિશ્રા ઉ.વ.૨૨ એ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી શુભમની બહેન સાથે મરણ જનાર સંતોષ કુમારના આડા સંબંધ હોવાનો વહેમ રાખી આરોપીએ હત્યા કરી હતી. આ ઘટના અંગે એમ્બ્રોઈડરીના કારકાનેદાર મહેશભાઈ દેવજીભાઈ ગાંગાણીએ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો દર્જ કરી પોઈ સી.આર. જાદવે તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




