રઘુકુળ માર્કેટ પાસે કાપડ દલાલને આંતરી લૂંટી લેવાયો ત્રણ અજાણ્યા વ્યક્તિ સામે લૂંટનો ગુનો દર્જ

0
6

સુરત, તા.૩

રઘુકુલ ટેક્ષટાઇલ માર્કેટ પાસે આવેલ ખાડીના પુલ પાસે ત્રણ અજાણ્યા કાપડ દલાલને આતરી રોકડ અને બાઈક લૂટી ભાગી ગયા હતા
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, સુરત શહેરના ગોડાદરા દેવધ રોડ, અર્ચના સ્કુલની બાજુમાં માનસરોવર સોસાયટીમાં રહેતા જિતેન્દ્ર મોહનલાલ બરનવાલ કાપડની દલાલી કરે છે અને મૂળ ઝારખંડના જિલ્લા- ગીરડીના થાના- તીસરી ગામ- મનસાડીના વતની છે કાપડ દલાલ જિતેન્દ્ર બરનવાલ ગઈ કાલે રઘુકુલ ટેક્ષટાઇલ માર્કેટ પાસે આવેલ ખાડી ના પુલ પાસે જતા હતા દરમિયાન ઉ.વ.આ.૧૮ થી ૨૦ વર્ષના ત્રણ અજાણ્યા ઇસમોએ રોક્યા હતા અને ડરાવી ખિસ્સામાંથી કાળા કલરનુ પાકીટ કાઢી લુંટ કરી પાકીટ માં રાખેલ રોકડા રૂપિયા-૧૫૦૦, ઓરીજિનલ પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ તથા હોન્ડા સાઇન બાઇક નં- જીજે-૦૫-એલકે -૦૬૩૬ ની ડુપ્લીકેટ આર.સી બુકની લૂટ કરી ફરાર થઇ ગયા હતા લૂંટના બનાવ અંગે જિતેન્દ્ર બરનવાલએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY