લિબાયતના માથાભારે ગુડુ ઉર્ફે ફાયરીંગના ભાઈને એસઓજીની ટીમે પર્વત પાટિયા પાસેથી એક પિસ્તોલ અને એક કાર્તીઝની સાથે ઝડપી લીધો હતો. થોડા સમય પહેલા જ ગુડુ ઉર્ફે ફાયરીંગને ગેરકાયદે પિસ્તોલ સપ્લાય કરવાના કેસમાં ડીસીબીએ પકડ્યો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ એસઓજીના પીઆઈ આર.આર.ચોધરીની સુચનાથી પી.એસ.આઈ.એસ.એસ.દેસાઈ અને સ્ટાફના માણસો ગઈકાલે મોડી રાત્રીના સમયે પુણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કો. મહેન્દ્ર સોલંકીને એવી માહિતી મળી હતી કે લિબાયત વિસ્તારનો માથાભારે ગુડુ ઉર્ફે ફાયરીંગનો સગો ભાઈ ફારૂક શહીદ સૈયદ ગેરકાયદે પિસ્તોલ લઈને ફરી રહ્યો છે જેને આધારે પોલીસ ટીમે વોચ ગોઠવીને ફારૂક સૈયદને ઝડપી લીધો હતો પોલીસને તેના કબજામાંથી એક પિસ્તોલ અને એક કાર્તિઝ મળી આવ્યા હતા. ફારૂક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેણે પોલીસને એવું જણાવ્યું હતું કે તેના મોટાભાઈ ગુડુ ઉર્ફે ફાયરીંગનો કમરૂનગરમાં રહેતા સતાર ઉર્ફે બટકો અને સલમાન સાથે ઝઘડો ચાલે છે અને આ તમામ ગુડુ અને તેના પરિવારના સભ્યોને મારવા માટે શોધતા હોય પોતાના બચાવ માટે બે વર્ષ પહેલા તેણે ચોકબજાર શાબરીનગરના ઉમર જંગલી પાસેથી આ પિસ્તોલ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા ઉમર નું પણ ખૂન થઈ ગયું છે. જ્યારે ગુડુ ઉર્ફે ફાયરીંગ લિબાયત વિસ્તારમાં માથાભારની છાપ ધરાવે છે અને ગેરકાયદે પિસ્તોલ સપ્લાય કરવાના કેસમાં થોડા દિવસ પહેલા જ ડીસીબીએ તેની ધરપકડ કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"