ડેડીયાપાડા ના ગડી ગામે સરપંચ ના ઉમેદવારને હરાવવા બાબતે રીષ રાખી હુમલો

0
141

રાજપીપલા :

ડેડીયાપાડા માં સાત ગ્રામપંચાયતો ની ચૂંટણી ના ગત રોજ પરિણામ આવ્યા જેમાં પોતાનો સરપંચ નો ઉમેદવાર હારી જતા ગડી ગામે ચાર ઈસમો એ ભેગા મળી અમારા ઉમેદવારને કેમ હરાવ્યા કહી એક શખ્સ ને ચાર લોકો લાકડીઓ વડે માર માર્યો  પોલીસે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધી તાપસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં ગ્રામપંચાતોના આવેલા પરિણામો ને લઈને હારજીત માં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો જેમાં ડેડીયાપાડા ના ગડી ગામે મણીલાલ રામસિંગ વસાવા ને ગામના મોહન ઉર્ફે બોળો નરપત વસાવા, ઉબડીયા ગીબા વસાવા, જયંતી વિરજી વસાવા, મણીલાલ છેદલીયા વસાવા તમામ લોકો ફરી વળ્યાં અને રસ્તામાં ઉભા રાખીને કહેલ કે, અમારા સરપંચને કેમ હરાવી દીધેલ છે. તેમ કહી અપશબ્દો બોલી ઢિકાપાટુનો માર મારી લાકડીના ફટકા મારી ગંભીર ઇજા કરી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાબત ની ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર સામે ગુનો નોંધી ડેડીયાપાડા પોસઈ  એમ.બી. વસાવાએ તપાસ શરૂ  કરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY