ન્યુ દિલ્હી,તા.૧૮
ગુરુવારે રાત્રે દિલ્હી એરપોર્ટ પર નાઇટ ક્લબના બાઉન્સરે કેબ હાઇજેક કરી હતી. જ્યારે સીઆઇએસએફના જવાનોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેમની સાથે ઝપાઝપી કરી હતી. બાઉન્સરને પકડવા માટે જવાનોને બે રાઉન્ડ ફાયર કરવા પડ્યા. તેને કોઇ ફ્લાઇટ પકડવાની ન હતી.
આ ઘટના ૧૬ અને ૧૭ ઓગસ્ટની રાતે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના આઉટર ચેકપોસ્ટ પર બની હતી. સીઆઇએસએફના જવાનોને શંકા પડતા તેમણે એક કેબને રોકી. ત્યારે કેબની પાછલી સીટ પર બેઠેલા આ બાઉન્સરે ડ્રાઇવરને લાત મારીને બહાર ફેંકી દીધો. તે ડ્રાઇવરની સીટ પર બેસી ગયો અને ઝડપથી કેબ ભગાડવા લાગ્યો. સીઆઇએસએફના જવાનોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે બાઉન્સરે કેબની બહાર આવીને જવાનો સાથે મારપીટ કરી હતી. તેણે બે જવાનોને ઘાયલ કર્યા અને એક જવાન પાસેથી પિસ્તોલ છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. તે પછી જવાનોએ બે રાઉન્ડ હવામાં ફાયર કર્યા અને બાઉન્સરને કાબૂમાં લીધો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



