નેત્રંગ સ્વામીનારાયણ મંદિર ધ્વારા સ્વચ્છતા અભિયાનનો કાયઁક્રમ યોજાયો

0
567

નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમઁદા જીલ્લાના વનવાસી વિસ્તારમાં વસવાટ કરતી પ્રજા અને આત્મીય સમાજના આસ્થાના પ્રતિક સમાજ નેત્રંગ સ્વામીનારાયણ મંદિર ધ્વારા સ્વચ્છતા અભિયાન અંતગઁત સાફ-સફાઇ કરવામાં આવી હતી.
જેમાં આજરોજ વહેલી સવારમાં નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિરના પ્રાગટન અને રોડની ચારેય તરફ ઝાડું, સાવરણી ધ્વારા સફાઇ કરવામાં આવી હતી,તેમજ વધારાના કચરાને ગ્રામપંચાયતના ટ્રેકટરમાં ઠાલવી તેનો નિકલ કરાયો હતો, જ્યારે નેત્રંગ સ્વામીનારાયણ મંદિરના સંત ભકિતવલ્લભ સ્વામીએ સંવાદમાં જણાવ્યું હતુ કે, આવનાર સમયમાં સમગ્ર નેત્રંગ ગામમાં સ્વચ્છતા અભિયાન અંતગઁત સાફ-સફાઇ કરવામાં આવનાર છે,જેમાં ગ્રામજનો પણ જોડાઇ અને સ્વચ્છતાના આ મહાકુંભમાં સૌ ભાગીદાર બને તેવું આહવાન કયુઁ હતું.
જે પ્રસંગે સ્વામીનારાયમ મંદિરના ભકિતવલ્લભ સ્વામી, નેત્રંગ મામલતદાર બી.કે તડવી,સરપંચ સીમાબેન વસાવા, સંતગણ, સ્નેહલ પટેલ અને દિવ્યાંગ મિસ્ત્રી સહિત મોટીસંખ્યામાં હરિભકતો જોડાયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY