મુંબઈ,તા.૨૯
મોખરાના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે કોઇ પણ ફિલ્મ પૂરી કર્યા બાદ અદાકારને એક પ્રકારનો ખાલીપો વર્તાતો હોય છે અને એવું લાગે છે કે પોતે ખાલી થઇ ગયો છે, નીચોવાઇ ગયો છે.
તાજેતરમાં એક કરતાં વધુ બાયો-ફિલ્મો નવાઝુદ્દીને કરી હતી. પહેલી એવી ફિલ્મ જગમશહૂર ઊર્દૂ સાહિત્યકાર સઆદત હસન મન્ટોની હતી જે આઝાદી અને દેશના ભાગલા પછી સ્વેચ્છાએ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ જે અનુભવો મન્ટોને થયા એ જાતાં એમને ખ્યાલ આવી ગયો હતો કે એમણે પાકિસ્તાન જવાનો કરેલો નિર્ણય ખોટો હતો. લાહોરમાં સાવ નિર્ધન અવસ્થામાં મન્ટો મરણ પામ્યા હતા. અભિનેત્રી ફિલ્મ સર્જક નંદિતા દાસ ઠાકુરે આ ફિલ્મ બનાવી હતી અને એમાં નવાઝુદ્દીને મન્ટોનો રોલ કર્યો હતો. વિદેશી ફિલ્મ્સ ફેસ્ટિવલોમાં આ ફિલ્મને જારદાર આવકાર મળ્યો હતો.
નવાઝે કરેલી બીજી બાયો-ફિલ્મ શિવસેના પ્રમુખ હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેની હતી. બાળાસાહેબ સાથે વરસો સુધી રહેલા અને હાલ શિવસેનાના સાંસદ એવા સંજય રાઉતે બનાવેલી ઠાકરે ફિલ્મમાં નવાઝુદ્દીને બાળાસાહેબ ઠાકરેનો રોલ કર્યો હતો. આ ફિલ્મનું ટ્રેલર ગુરુવારે મુંબઇમાં રિલિઝ કરાયું હતું.
નવાઝે કહ્યું કે ઠાકરેના રોલ માટે મેં રાતરાતભરના ઉજાગરા કર્યા હતા. આ પાત્રને સમજીને એને પરદા પર રજૂ કરવું એ એક બહુ મોટ્ટો પડકાર હતો. મેં એને માટે ખૂબ મહેનત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



