ડીજી કોન્ફ્રરન્સને કારણે કેવડિયામાં સુરક્ષા માટે રીહલસલ  શરૂ કરાયું 

0
303

રાજ્યના અન્ય જિલ્લાઓ માંથી 5000 થી વધુ પોલીસ બોલાવવા માં આવી 

20 થી 22 નેશનલ કક્ષાની ડીજીપી કક્ષાની બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ હાજર રહેશે

રાજપીપળા : નર્મદા જિલ્લા માં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની ડીજીપી કોન્ફરન્સ યોજાઈ રહી છે.જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ હાજર રહેશે, સાથે ત્રણેય દળો ના મુખ્ય આધિકારીઓ, દેશના તમામ રાજ્યોના ગૃહ પ્રધાનો અને ડીજીપીઓ સાથે આઈબી, સીઆઇડી, સીબીઆઈ અને એટીએસ સહીત ની તમામ સરકારની સુરક્ષા એજન્સીઓ ના વડા ઓ પણ હાજર રહેશે, ત્યારે દેશના 125 કરોડ લોકોી સુરા કરતા સુરક્ષા વિભાગ ના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ની સુરક્ષા કરવી પણ એટલી જરૂરી છે ત્યારે આ તમામ જવાબદારી ઓ રેન્જ આઇજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના સિરે છે અને તેમણે માઈક્રો પ્લાનિંગ કરીને સમગ્ર સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવી છે આ માટે રાજ્યનું ગૃહ વિભાગ પણ સજ્જ બની તૈયારીઓ માં જોતરાઈ ગયું છે.

માત્ર દોઢ મહિનામાં વડાપ્રધાન નરેદ્ર મોદી ગુજરાત અને કેવડિયા માં ફરી આવતા હોય સાથે 21 અને 22 બે દિવસ રોકવાના હોય જેમને લઈને સુરક્ષા માટે પણ પોલીસ ની જવાબદારી વધી છે. ત્યારે આખી ડીજી કોન્ફ્રરન્સ ટેન્ટ સીટી-2 ખાતે કરવામાં આવી છે અને રહેઠાણ અલગ અલગ જગ્યાઓ પર ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ટેન્ટસિટી માં સૌથી સ્પેશિયલ એવા દરબારી ટેન્ટ માં આયોજન કરવામાં આવ્યું છે જયારે મીની દરબારીમાં રાજનાથસિંહ રોકાશે, સાથે અન્ય ટેન્ટો માં ગૃહ પ્રધાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ રહેશે જેથી આ તમામ ની સુરક્ષાને લઈને લગભગ 100 થી વધુ ગ્રૂપોમાં પોલીસ અધિકારીઓ ની નિગરાની માં ટીમો ફાળવી દેવામાં આવી છે, જે માટે સુરક્ષા કર્મીઓ ને જવાબદારીઓ સોંપવામાં આવે છે, જેને કારણે કેવડિયા પોલીસ છાવણી માં ફેરવાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY