વડોદરા સંસદિય બેઠકના ખર્ચ નિરીક્ષકનું આગમન : વડોદરા બેઠકના આરઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી સાથે બેઠક યોજીને ખર્ચ નિયંત્રણની સમગ્ર વ્યવસ્થાની જાણકારી મેળવી

0
15

વડોદરા તા. ૨૮ માર્ચ, ૨૦૧૯ (ગુરુવાર) ભારતના ચૂંટણી પંચે વડોદરા સંસદિય બેઠકના ખર્ચ નિરીક્ષક તરીકે  ડી.ફાનીકુમાર અને  શ્વેતા પચૌરીને નિયુક્તિ કર્યા છે. તેઓ ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસના ઉચ્ચાધિકારીઓ છે. તેઓએ આજે શહેરમાં આગમન બાદ વડોદરા બેઠકના આરઓ તથા જિલ્લા ચૂંટણી અધિકારી મતી શાલિની અગ્રવાલ સાથે બેઠક યોજી હતી. શહેર પોલીસ કમિશનર  અનુપમસિંહ ગહલૌત, ખર્ચ નિયંત્રણના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, સંયુક્ત પોલીસ કમિશનર કે.જી.ભાટી, નિવાસી અધિક કલેકટર ડી.આર.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બાદમાં, ખર્ચ નિયંત્રણની કામગીરીના સંદર્ભમાં તેમણે ધારાસભા હોલમાં યોજેલી બેઠકમાં ફ્લાઇંગ સ્કવોડ, એસએસટી, વીએસટી, મદદનીશ ખર્ચ નિયંત્રણ અધિકારીઓ, ખર્ચ વિષયક ફરિયાદોની નોંધણી માટે ખાસ કોલ સેન્ટર-હેલ્પલાઇન, એમસીએમસી નિયંત્રણ કક્ષ સહિતની બાબતોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. છોટાઉદેપુર-ડભોઇ સંસદીય વિસ્તારના ખર્ચ ઓર્બ્ઝવર પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી ખર્ચ નિયંત્રણ-દેખરેખ કામગીરીની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીએ આપી હતી. ખર્ચ નિયંત્રણ સમિતિના નોડેલ  કિરણ ઝવેરીએ વડોદરા જિલ્લા ચૂંટણી ખર્ચ કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY