વલસાડ,તા.૧૭
ભાજપ શાસિત વલસાડમાં ભાજપના જ નગર સેવકે જ ગટરના ઉભરાયેલા ગંદા પાણીમાં બેસીને અનોખી ગાંધીગીરી કરી છે. આ મામલે મળતી માહિતી પ્રમણે નગરસેવક પ્રવીણ કચ્છીએ ગટરના ઉભરાયેલા ગંદા પાણીમાં બેસીને ગાંધીગીરી કરીને વિરોધ નોંધાવ્યો છે. શહેરના મદનવાડમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું અને તે જ રસ્તાની બીજી તરફ ગણેશ પંડાલ પણ છે. જ્યાં હાલ ગણેશ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં પણ રોષ દેખાઇ રહ્યો છે.
નગરસેવકે આ મામલાની જાણ પાલિકામાં પણ કરી હતી છતાંપણ આ અંગે કોઇ એક્શન ન લેવામાં આવી ન હતી. જેનાથી નગરસેવકે ગંદા પાણીમાં બેસીને નગર પાલિકા સામે ગાંધીગીરી કરીને વિરોધ નોંધાવ્યો હતો.
નગરસેવકે આ અંગે કહ્યુ છે કે, ‘અનેક રજૂઆત પછી પણ અહીં અવારનવાર ગટર ઉભરાય છે. જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો છે તેનો ભોગ સામાન્ય લોકો બને છે. આ લોકોને ગણપતિ બાપ્પાનું વિસર્જન પણ અમારે ડ્રેનેજના ગંદા પાણીમાં કરવાનું.
નગર પાલિકાના પ્રમુખ, પંકજ આહિરે આ અંગે વાત કરતા જણાવ્યું કે, ‘ છેલ્લા ચાર દિવસથી અમારી પાસે આ ફરિયાદ હતી અને તેમાં કામ પણ કરાયું હતું. પરંતુ આજે સવારે ફરીથી આ ગટર ઉભરાઇ હતી. જેમાં હાલ અમે કામગીરી ચાલુ કરાવી દીધી છે. હેવી જેક મોકલાવીને તાત્કાલિક ધોરણે કામગીરી થઇ રહી છે. આ અંગે એÂન્જનીયરો પાસેથી રિપોર્ટ પણ મંગાવવામા આવ્યો છે.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





