આર્ટિસ્ટ એસોસિયેશનનો નિર્ણય વાજબીઃ અજય દેવગણ

0
27

મુંબઈ,તા.૧૯
સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણે કહ્યું હતું કે એાલ ઇન્ડિયા આર્ટિસ્ટ્‌સ એસોસિયેશને પાકિસ્તાની કલાકારો અંગે લીધેલો નિર્ણય સમયસરનો અને વાજબી છે.
‘આપણે ત્યાં પ્રતિભાની ક્યાં કમી છે કે પાકિસ્તાનથી કલાકારો બોલાવવા પડે ? ‘ એવો પ્રશ્ન કરતાં અજયે કહ્યું, ‘એસોસિયેશનનો નિર્ણય યોગ્ય છે. હું પણ અમારી ધમાલ સિરિઝની ત્રીજી કડી ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રજૂ કરવાનો નથી.’
પુલવામામાં થયેલા હુમલાને વખોડવામાં સૌથી પહેલો અજય હતો. એણે કહ્યું કે આ પ્રકારનું વલણ બરાબર નથી કે એક તરફ પાકિસ્તાની કલાકારો અહીં આવીને પૈસા કમાય અને બીજી બાજુ પાકિસ્તાન અહીં આતંકવાદી હુમલા કરાવે ત્યારે આ કલાકારો મોં સીવીને બેસી રહે. આવું કાયમ ચાલે નહીં.
આજના તંગ વાતાવરણમાં જ્યારે દેશની જનતા ગુસ્સામાં છે ત્યારે ટોટલ ધમાલ લોકોના ચહેરા પર સ્મિત લાવી શકશે કે એવા સવાલના જવાબમાં અજય કહ્યું કે અમે આશાવાદી છીએ કે લોકોના ચહેરા પર સ્મિત પ્રગટે. આતંકવાદી હુમલાને કારણે ગુસ્સો વાજબી છે. અમે લોકોના ચહેરા પર સ્મિત પ્રગટાવવાના પ્રયાસો કરીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY