ભગવાન હનુમાનજી ખેલાડી હતા તેઓ કુશ્તી લડતાઃ ચેતન ચૌહાણ

0
7

ઉત્તરપ્રદેશના કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણનું અજીબોગરીબ નિવેદન
લખનઉ,તા.૨૩
સીએમ યોગી આદિત્યનાથે હનુમાજીની જાતિ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ જાતિરૂપી વિવાદના મધપૂડામાંથી હજુ પણ માખીઓ ઉડી વિવિધ જાતિના ડંખ મારી રહી છે. ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન ચેતન ચૌહાણે હનુમાનજી અંગે ફરી શરમજનક નિવેદન આપ્યુ છે.
ચેતન ચૌહાણે કહ્યું કે, હનુમાનજી કુશ્તી લડતા હતા. તેઓ ખેલાડી પણ હતા. જેટલા પણ પહેલવાન છે તેઓ હનુમાનજીની પૂજા કરે છે. જાકે, બાદમા તેમણે પોતાનો લુલો બચાવ કરતા જણાવ્યુ હતુ કે, ભગવાનની કોઈ જાતિ હોતી નથી. જેથી ભગવાનના જાતિના આધારે ભાગલા પાડવા ન જાઈએ.
મહત્વપૂર્ણ છે કે, હનુમાનજી અંગે સીએમ યોગીથી લઈને અનેક નેતાઓ હનુમાનજી અંગે વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. જેના કારણે વિવાદ પણ શરૂ થયો છે. ત્યારે હનુમાનજી અંગે વિવાદિત નિવેદન આપવામાં વધુ એક નામ યોગી સરકારના પ્રધાન ચેતન ચૌહાણનું જાડાયુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY