બસપા સુપ્રિમો માયાવતીએ તોડ્યુ મૌનઃ ભત્રીજા આકાશને શીખવાની તક આપીશ

0
11

લખનૌ,તા.૧૭
બસપા પ્રમુખ માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાના ભત્રીજા આકાશ આનંદ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે લખનઉંના કેટલાક કાર્યક્રમોમાં મારી સાથે રહેનાર મારા મોટા ભાઈના પુત્ર આકાશ આનંદને નિમ્ન સ્તરના રાજકારણ માટે ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. બસપા આવા હલકા રાજકારણ પર શાંત રહેશે નહીં. અમે આ વસ્તુઓનો જડબાતોડ જવાબ આપીશું. બસપા સુપ્રીમોએ કહ્યુું કે આ પહેલા પણ જાતિવાદી અને દલિત વિરોધી મીડિયાએ મારા ચંપલ અને સેન્ડલો વિશે ભ્રામક સમાચાર ફેલાવ્યા હતા, હવે આ જ વસ્તુ મારા ભાઈના પુત્ર સાથે પણ થઇ રહી છે. અને તેના શૂઝ અને ચંપલની કિંમતોને વધારીને દર્શાવાઇ રહી છે. હજુ સુધી મારા ભાઈનો પુત્ર આકાશ પાર્ટીમાં બિન-રાજકીય રીતે કાર્યરત હતો. પરંતુ હવે હું તેને પાર્ટીની મૂવમેન્ટમાં સામેલ કરીશ અને તેને શીખવાની તક આપીશ.
માયાવતીએ કહ્યુું કે ઘણા વિરોધીઓ અને દલિત વિરોધી તેમજ જાતિવાદી નેતા બીએસપી અને સપાના ગઠબંધનથી ગભરાઇ ગયા છે અને તેથી તેઓ અનેક કાવતરા રચી રહ્યા છે. તેમણે કહ્યુું કે કેટલાક જાતિવાદી અને દલિત વિરોધી ટીવી ચેનલોનો સંપર્ક કરીને ખોટા અહેવાલો દર્શાવી ષડયંત્ર રચી રહ્યા છે. મારા જન્મદિનની ખુશીના અવસર પર કેક ખાઇને ખુશી મનાવવાને તેમણે કેકની લૂંટ બતાવીને ટીવી પર દર્શાવી હતી.
આગળ તેમણે જણાવ્યું કે બસપાની લોકપ્રિયતામાં વધારો થયો છે, અને સમાજવાદી પાર્ટી સાથે તેના ગઠબંધનને લઇને ઘણા દલિત-વિરોધી અને જાતિવાદી પક્ષો ચિંતિત છે, તેથી એક નૈતિક લડાઇ લડાવાની જગ્યાએ તેઓ દલિત વિરોધી મીડિયા સંસ્થાઓ સાથે મળીને અમને લઇને ખોટી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY