સેન્સેક્સે ૩૬૩૭૦ની સપાટી કુદાવી, નિફ્ટી બે અઠવાડિયાના ટાચના સ્તરે

0
5

મુંબઇ,તા.૧૭
ભારે ઉથલ પાથલ વચ્ચે આજે શેરબજાર બંધ થવામાં કામયાબ રહ્યું છે. નિફ્ટી કેટલાય સેશન્સની મહેનત પછી આજે ૧૦૯૦૦ની સપાટી પર પહોંચવામાં સફળ રહ્યું છે. સેન્સેક્સમાં લગભગ ૫૦ પોઈન્ટની તેજી આવી છે. બેન્ક નિફ્ટીમાં ૨૭૫૦૦ને પાર કરી બંધ થયો છે. પણ મિડકેપ ઈન્ડેક્સમાં આજે લાલ નિશાન પર બંધ થયો છે.
આજના કારોબારમાં સૌથી વધુ તેજી જે શેરોમાં જાવા મળી તેમાં બીપીસીએલ, ગેલ, એક્સિસ બેન્ક, એચસીએલ ટેકનો સમાવેશ થાય છે. જ્યારે સન ફાર્મા, યસ બેન્ક, જી એન્ટરટેનમેન્ટ અને એસબીઆઈના શેરોમાં કડાકો જાવા મળ્યો હતો.
કારોબારના અંતમાં બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં ૫૨.૭૯ પોઈન્ટ એટલેકે ૦.૧૫ ટકાની તેજી સાથે ૩૬૩૭૪.૦૮ના સ્તર પર બંધ થયો છે. તો એનએસઈના ૫૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં ૧૪.૯૦ પોઈન્ટ એટલેકે ૦.૧૪ ટકાની મજબૂતી સાથે ૧૦૯૦૫.૨૦ના સ્તર પર બંધ થયો છે જેનું સ્તર બે અઠવાડિયાની ટોચના શિખર પર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY