આ ત્રણ વ્યક્તિઓ પર ખાલીસ્તાન આંતકવાદી સંગઠન સાથે જાડાયેલા હોવાનો આરોપ છે પોલીસ સ્ટેશનમાંથી રાઈફલ લૂંટી જતાં ત્રણ ખાલિસ્તાનીઓની ધરપકડ

0
6

લખનઉ,તા.૧૯
ઉત્તરપ્રદેશનાં પાલીસ સ્ટેશનમાંથી રાઇફલ લૂંટી જતા ત્રણ ખાલીસ્તાનીઓ પોલીસે પકડી પાડ્યા છે. આ ત્રણ વ્યક્તિઓ પર ખાલીસ્તાન આંતકવાદી સંગઠન સાથે જાડાયેલા હોવાનો આરોપ છે. આ ઘટના ઉત્તરપ્રદેશમાં શામલી જિલ્લામાં બની આ ત્રણ વ્યક્તિઓને કોર્ટે દશ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે.
આ ત્રણ ખાલીસ્તાનીઓમાં અમરત સિંઘ, ગુર્જન અને કરણ સિંઘનો સમાવેશ થાય છે. તેઓ ખાલીસ્તાની લિબરેશન ફ્રન્ટ સાથે જાડાયેલા છે. તપાસ એજન્સની શંકા છે કે, આ ખાલીસ્તાનીઓ ફરી સક્રિય થયા છે અને પંજાબમાં ફરી પગ પેસારો કરી રહ્યાં છે.
તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીએ પંજાબનાં પર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલ પર હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. આ માટે વધુ તપાસની જરૂર છે. આરોપીઓએ એવુ પણ કબુલ્યું છે કે, તેમની સાથે બીજા બે સભ્યો પણ હતા પણ તે ભાગી છૂટ્યા છે. પોલીસ તેમને પણ પકડવા માંગે છે.
કોર્ટે આ ત્રણેય આરોપીઓને ઓક્ટોબર ૨૮ સુંધીનાં રિમાન્ડ મંજુર કર્યા છે. આ શંકાસ્પદ ખાલીસ્તાની આંતકવાદીઓને પંજાબનાં વિવિધ વિસ્તારોમાં લઇ જઇ ઉંડાણ પૂર્વકની તપાસ કરવાની જરૂર છે.
પોલીસ એન્કાઉન્ટર દરમિયાન આ ત્રણેય ખાલીસ્તાનીઓને રવિવારે પકડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટેલા હથિયારો જપ્ત કર્યા હતા. જે પોલીસે આ ખાલીસ્તાનીઓને પકડ્યા છે તેમને ઉત્તરપ્રદેશ પોલીસે રૂપિયા ૫૦,૦૦૦નું ઇનામ જાહેર કર્યું છે.
વર્ષો પહેલા પંજાબને અલગ દેશ તરીકને માંગણી માટે ખાલીસ્તાની મુવમેન્ટે જાર પકડ્યું હતું અને પંજાબમાં ઘણા લાંબા સમય સુંધી આંતકવાદનો ઓછાયો છવાયેલો રહ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY