શ્રીલંકાના વડાપ્રધાન આજે મોદી સાથે મુલાકાતે કરશે શ્રીલંકાનો ચીનને ફટકો : હાઉજિંગ ડિલ પ્રોજેક્ટ ભારતના હાથમાં

0
9

કોલંબો/ન્યુ દિલ્હી,તા.૧૯
શ્રીલંકાન વડાપ્રધાન ભારતની મુલાકાતે આવે તે પહેલા જ ચીનને જારદાર ઝાટકો લાગ્યો છે. શ્રીલંકાએ ૩૦ કરાડ ડોલર (૨૨ અબજ રૂપિયાથી પણ વધારે)ની હાઉજિંગ ડીલ ચીનની કંપનીને આપવાનો નિર્ણય ફેરવી તોળ્યો છે. સાથે જ શ્રીલંકાએ ભારતને ભેટ આપી છે.
શ્રીલંકાની સરકારનું કહેવું છે કે, હવે આ ડીલને ભારતીય કંપનીની જાઈન્ટ વેંચર પુરી કરશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે.
શ્રીલંકા અને ભારત વચ્ચે દાયકાઓથી સારા સંબંધો છે. શ્રીલંકામાં ઉત્તર અને પૂર ભાગમાં રહેતા તમિલોના કારણે બંને દેશો વચ્ચે દાયકાઓથી સાંસ્કુતિક અને એથનિક લિંકનો લાંબો ઈતિહાસ છે. ચીનની સરકારી કંપની ચાઈના રેલવે બેઈજિંગ એંજિનિયરીંગ ગ્રુપને લિમિટેડે એપ્રિલમાં શ્રીલંકાના જાફનામાં ૪૦૦૦૦ ઘરો બનાવવાનો ૩૦ કરોડ ડાલરનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.
આ પ્રોજેક્ટમાં ચીનના એક્ઝિમ બેંક તરફથી ફંડીગ થઈ રહ્યું હતું. જાકે સ્થાનિક લોકો તરફથી ઈંટા વડે ઘરો બાંધવાની માંગણીના કારણે આ પ્રોજેક્ટ અધવચ્ચે અટકાવી ગયો છે. લોકોનું કહેવું હતું કે, તેમને પારંપારિક રૂપે ઈંટોના ઘર જ હોવા જાઈએ. ચીનની કંપની કોંક્રીટ સ્ટ્રક્ચરના હિસાબે ઘર બાંધવા તૈયાર હતી.
ત્યાર બાદ શ્રીલંકાની સરકારના પ્રવક્તાએ જાહેરાત કરી હતી કે, કેબિનેટે ૨૮,૦૦૦ ઘર બાંધવા ૩૫૮૦ કરોડ રૂપિયાનો નવો પ્રસ્તાવ પસાર કરી દેવામાં આવ્યો છે. તેને ભારતીય કંપની એનડી એન્ટરપ્રાઈઝ શ્રીલંકાની અન્ય બે કંપનીઓ સાથે મળીને પુરો કરશે. કુલ ૬૫૦૦૦ ઘરોની જરૂર છે, જેમાંથી હાલના તબક્કે ૨૮,૦૦૦ ઘરો બાંધવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બાકીના ઘરનો પ્રોજેક્ટ એ કંપનીને આપવામાં આવશે જે ઓછી કિંમતે કામ પુરૂ કરવા તૈયાર હોય. જાકે તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રોજેક્ટ માટે આગળ આવનાર ચીન પર પણ વિચાર કરવામાં આવશે. બેઈજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું છે કે, તેમને આશા છે કે, ચીન અને શ્રીલંકા વચ્ચેના સંબંધોને નિષ્પક્ષ રૂપે જાવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY