સુરત,તા.૩
સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાંમ ગેરકાયદે બાંધકામમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ બાદ મહિલા કોર્પોરેટર અને તેના સગાં સામે પોલીસ કેસ થયો છે. પરંતુ હવે એન્ટી કરપ્શનની રેઈડ બાદ મ્યુનિ. તંત્રએ ગેરકાયદે બાંધકામ કરનારાને મોકળું મેદાન આપી દીધું છે.
લાંચ કેસમાં ફરિયાદી છે તેની મિલ્કતનું ગેરકાયદે બાંધકામ પર મ્યુનિ. તંત્ર ઓળઘોળ થઈ રહ્યું હોવાથી ગેરકાયદે બાંધકામ ફુલ ફ્લેગમાં થઈ રહ્યું છે. આ માટે મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના અધિકારી કહે છે, એ.સી.બીનો કેસ હોય ત્યાર બાદ તાત્કાલિક કાર્યવાહી થતી નથી પછી કામગીરી કરીશું. મ્યુનિ. તંત્રની આવી નીતિના કારણે ગેરકાયદે બાંધકામ કરનારાઓને પ્રોત્સાહન મળે તેવી ચર્ચા થઈ રહી છે.
ગેરકાયદે બાંધકામ કરનારા માટે સેન્ટ્રલ ઝોન સૌથી સલામત ઝોન બની ગયો હોવાથી સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે. હાલ થોડા સમય પહેલાં સેન્ટ્રલ ઝોનમાં એક ગેરકાયદે બાંધકામમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા-ભાઈએ લાંચ માગી હતી. ગેરકાયદે બાંધકામ કરનાર ફરિયાદીએ એન્ટી કરપ્સન બ્યુરોમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવીને ટ્રેપ કરી દેવામાં આવ્યા હતા.
આ કિસ્સામાં મહિલા કોર્પેરેટરની ધરપકડ થઈ અન જામીન પર છુટકારો થયો હતો. લાંચ પ્રકરણમાં મહિલા કોર્પોરેટર અને તેના સગા સામે કાર્યવાહી થઈ છે. પરંતુ હવે ગેરકાયદે બાંધકામ કરનારા સામે મ્યુનિ.તંત્ર ઓળઘોળ થઈ ગયું છે. મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના અધિાકરીઓ કહે છે, એ,સી.બી.ની ફરિાયાદ હોય પછી ગેરકાયદે બાંધકામ પર કોઈ પગલાં ભરી શકાતા નથી.
અધિકારીઓની આવી નીતિના કારણે ગેરકાયદે બાંધકામ જારશોરમાં થઈ રહ્યું છે. કોઈ પણ જાતની પા‹કગ કે માર્જીની જગ્યા વિના બાંધકામ થઈ રહ્યું છે ને ગણતરીના દિવસોમાં વસવાટ પણ ચાલુ થઈ જશે. મ્યુનિ.ના સેન્ટ્રલઝોનના અધિકારીઓની નીતિ ગેરકાયદે બાંધકામ કરનારાઓને પ્રોત્સાહન આપી રહી હોવાની ચર્ચા મ્યુનિ. કેમ્પસમાં થઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




