મુંબઈ,તા.૧૨
માતબર ફિલ્મ સર્જક કરણ જાહરની ફિલ્મ કલંકના આઉટડાર શૂટિંગમાં અભિનેતા વરુણ ધવને કારગિલ જેવા કાતિલ ઠંડી ધરાવતા વિસ્તારમાં શૂન્ય ડિગ્રી તાપમાનમાં ખુલ્લા ડીલે શોટ આપ્યો હોવાની જાણકારી મળી હતી.
સુપર સ્ટાર સલમાન ખાનની જેમ છેલ્લા થોડા સમયથી અદાકારો ખુલ્લી છાતીએ શોટ આપતા થયા છે અને એ રીતે પોતાની ફિટનેસ પ્રગટ કરતા રહ્યા છે. વરુણે સમગ્ર યુનિટની હાજરીમાં ખુલ્લા ડીલે શોટ આપ્યો ત્યારે જા કે નિષ્ણાત ડાક્ટરોની ટીમ પણ હાજર રાખવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને એની પૂરતી કાળજી લેવામાં આવી હતી એમ જાણવા મલ્યું હતું.
કરણ જાહરની આ ફિલ્મમાં જારદાર સ્ટાર કાસ્ટ ચમકી રહી છે જેમાં સિનિયર અભિનેતા સંજય દત્ત, વરુણ ધવન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત નેને, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા વગેરેનો સમાવેશ થાય છે.
આ શૂટિંગનો લાભ લઇને વરુણે બે દિવસ પહેલાં કારગિલ વાર મેમોરિયલની મુલાકાત લઇને ભારતીય લશ્કરના જવાનોને બિરદાવ્યા હતા. વરુણે ખુલ્લા ડીલે શોટ આપ્યો ત્યારે એના કસરતથી કસાયેલા સ્નાયુ પણ જાઇ શકાયા હતા અને શોટ એટલી સરસ રીતે ઝડપાયો હતો કે ડાક્ટરની જરૃર જ પડી નહોતી એમ આ યુનિટ સાથે સંકળાયેલા એક સભ્યે કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





