માળિયા : સુરજબારી પુલનજીક બે ટ્રક વચ્ચે બોલેરો સેન્ડવીચ બની, ચાલકનું કમકમાટીભયું મોત

0
32

બોલેરોમાં સવાર અન્યને ઈજા પહોંચી, અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર

માળિયા નજીક હાઈવે પર ટ્રકના ચાલકે બોલેરોને પાછળથી ઠોકર મારતા આગળ ઉભેલા ટ્રકમાં બોલેરો ઘુસી ગઈ હતી જે અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું છે જયારે અન્યને ઈજા પહોંચી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામના રહેવાસી લખાભાઈ બોઘાભાઈ સુસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નં જીજે ૧૨ એયુ ૯૧૦૬ ના ચાલકે સુરજબારી પુલ નજીક ફરિયાદીના ભત્રીજાની બોલેરો કારને ઠોકર મારતા બોલેરો કાર આગળ ઉભેલ ટ્રક સાથે ડાબી જતા ફરિયાદીના ભત્રીજા લીલાભાઈ કાલાભાઈ ભરવાડનું મોત નીપજ્યું છે જયારે બોલેરો સવાર અન્યને ઈજા પહોંચી છે અને અકસ્માત બાદ આરોપી નાસી ગયાનું જાણાવ્યું છે માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટર: રાહુલ નગવાડિયા
મોરબી:૯૭૩૭૦૭૫૭૧૭

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY