રાજકોટ-મોરબી હાઈવે પર અકસ્માતમાં રાજકોટનો સોની પરિવાર ભડથું, 8ના મોત

0
8

રાજકોટ – મોરબી હાઈવે પર છત્તરથી કાગદડી વચ્ચે આજે રાત્રે ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના સોની પરિવારના 3 મહિલા, 4 પુરૂષના મોત નિપજ્યાની ઘટનાથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતના પગલે બંને તરફ વાહનોના થપ્પા લાગી જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજકોટ અને મોરબી પોલીસે બે કલાકથી વધુની કવાયત બાદ ટ્રાફિક પુર્વવત કરાવ્યો હતો.

બનાવની મળેલી પ્રાથમિક વિગતો મુજબ રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં રહેતો સોની પરિવાર ઈકો કાર લઈને રાપરના લાકડીયા ગામે ધાર્મિક પ્રસંગમા ગયો હતો. ત્યાંથી પરત રાજકોટ આવી રહ્યા હતા ત્યારે રાજકોટથી 25 કિ.મી. દુર કાર ટ્રક સાથે અથડાઈ હતી. ધડાકારભેર થયેલી ટક્કરની સાથે જ કાર સીધી સળગી ઉઠી હતી. અગનગોળો બનેલી કારમાં બળદેવભાઈ ઠાકરશીભાઈ તલાડીયા, રમેશભાઈ ઠાકરશીભાઈ પુત્ર સાગર, પત્ની મીનાબેન, ગ્વાલિયરથી આવેલું દંપતી રાજેશ રસિકભાઈ ભાવનાબહેન, મીતાબેન મહેશભાઇ કલાડિયા અને કાર ચાલક આગમાં ભડથુ થઈ ગયા હતા ઘટના સ્થળે જ છના મોત નિપજ્યા હતા જ્યારે મહેશભાઈને રાજકોટમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY