સુરતમાં ગુજરાત રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

0
7

તા.૩૦’મી મેથી તાપ્તિ વેલી સ્કૂલમાં ટુર્નામેન્ટ યોજાશે
સુરત, તા.૨૦

સુરત ખાતે તાપ્તિ વેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટથી ગુજરાત સ્ટેટની ટેબલ ટેનિસ સીજનની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટ તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કુલ, ઓલપાડ, સુરત ખાતે ૩૦ મે થી ૨ જુન દરમ્યાન યોજાશે. ટુર્નામેન્ટનું આયોજન સુરત ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસીએશન (એસડીટીટીએ) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જીએસટીટીએ) ના માર્ગદર્શન હેઠળ થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ મીની કેડેટ બોય્સ અને ગર્લ્સ, કેડેટ બોય્સ અને ગર્લ્સ, સબ જુનીયર બોય્સ અને ગર્લ્સ, જુનીયર બોય્સ અને ગર્લ્સ, યુથ બોય્સ શ્ ગર્લ્સ તેમજ મેન્સ અને વિમેન્સ જેવી વિવિધ બાર કેટેગરીઓમાં રમાશે. આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટેની અંતિમ તારીખ ૨૨મી મે છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છતા રાજયના ટી.ટી. ખેલાડીઓએ પોતાના જીલ્લા એસોસીએશન મારફત એન્ટ્રી મોકલવાની રહેશે. ખેલાડીઓ વધુ માહિતી એસોસિએશનની વેબસાઈટ gstta.in પરથી મેળવી શકશે તેવું જીએસટીટીએના માનદ મંત્રી શ્રી હરેશ સંગતાની યાદીમાં જણાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY