સેલવાસની હોટલના સ્ટાફ રૂમ અને ૩ કારમાંથી ૧૭ લાખનો દારૂ પકડાયો

0
122

સેલવાસ:
સેલવાસ પોલીસ વિભાગની સ્પેશિયલ બ્રાન્ચે બાતમીના આધારે ગઈકાલે રાત્રે સામરવરણી વિસ્તારમાં આવેલી હોટલના સ્ટાફ રૂમ અને ત્રણ વાહનમાંથી અંદાજીત રૂ. ૧૭.૩૭ લાખની કિંમતની ૬૨૮ દારૂની પેટીઓ જપ્ત કરી હોટલ સંચાલક સહિત પાંચની ધરપકડ કરી હતી. વાહનોમાં દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાની તૈયારી ચાલ તી હતી. સેલવાસ પોલીસ વિભાગની સ્પેશિયલ ટીમે મળેલી બાતમીના આધારે ગઈકાલે રાત્રે સેલવાસના સામરવરણી ખાતે આવેલી ફોર્ટ હોટલના સ્ટાફ રૂમમાં છાપો માર્યો હતો. સ્ટાફ રૂમમાં ગેરકાયદેસર રાખવામાં આવેલી વ્હીસ્કીની પેટીઓ મળી આવી હતી. બાદમાં પોલીસે હોટલ પાસે ઉભેલી ફોરચ્યુનર કાર (નં.જીજે-૦૧-કેજી-૧૯૫૬) તથા બે ઈકો કાર (નં. જીજે-૨૧- બીસી-૧૩૯૫ અને જીજે-૧૫-સીએફ-૭૧૬૧)માં પણ તપાસ કરતા તેમાંથી પણ દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે કુલ રૂ.૧૭.૩૭ લાખની કિંમતની ૬૨૮ પેટીઓ અને ત્રણ વાહન મળી કુલ રૂ.૪૨.૩૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી હોટલ સંચાલક કેતન નટવરસિંહ સોલંકી (ઉ.વ.૩૪, રહે. સામરવરણી), ધર્મેન્દ્રકુમાર બ્રીજનાથ યાદવ (ઉ.વ.૨૮), નિર્દોષ ઉર્ફે વિનોદ રાજસિંહ યાદવ (ઉ.વ.૨૨) (બંને રહે.વનમાળી પાર્ક સામરવરણી), અજીત જયપ્રકાશ ઝા (ઉ.વ.૨૧) અને રમેશ પૃથ્વી મંડલ (ઉ.વ.૨૧) (બંને રહે. કચીગામ રોડ, અથાલ)ની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો. ત્રણેય વાહનોમાં દારૂનો જથ્થો ભરી ગુજરાતમાં ઘુસાડવાની તૈયારી કરવામાં આવે તે પહેલા જ પોલીસે પ્લાનને નિષ્ફળ બનાવી દીધો હતો. બાર બંધ કરાવ્યા બાદ હોટલ શરૂ કરી હતી સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સ્ટેટ અને ને.હા.થી ૫૦૦ મીટરના અંતરે આવેલા વાઈનશોપ અને બાર રેસ્ટોરન્ટમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મુકવાના આદેશ પર સેલવાસમાં કાયદાનું પાલન કરાવવામાં આવ્યું હતું. આરોપી કેતન સોલંકીનો બાર ૫૦૦ મીટરના એરિયમાં આવતો હોવાથી પ્રશાસને બાર બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ તેણે હોટલ શરૃ કરી હતી. જો કે ગુપ્ત રાહે દારૂ વેચાણ કરવામાં આવતું હતું. રખોલીના ગોડાઉનમાંથી ૧૭૭ દારૂની પેટી મળી સેલવાસના રખોલી ગામે મધુબન રોડ પર આવેલી મા ગાયત્રી મેડિટેક કંપનીની બાજુમાં આવેલા ગોડાઉનમાં આજે પોલીસે બાતમીના આધારે છાપો માર્યો હતો.પોલીસે વેગનઆર કારમાં દારૂ ભરવાની પ્રવૃત્તિને રંગે હાથ પકડી પાડી હતી. બાદમાં ગોડાઉનમાં તપાસ કરતા રૂ. ૫.૦૧ લાખની કિંમતની ૧૭૭ પેટીઓ મળી આવી હતી. જો કે ગોડાઉનમાં દારૂનો જથ્થો ગેરકાયદેસર રાખવામાં આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે દારૂનો જથ્થો તથા કાર જપ્ત કરી ગોડાઉન ભાડે રાખનાર રાજેન્દ્ર રડીયાભાઈ આહિર અને નિલેશ રામાભાઈ આહીર (બંને રહે.વાપી)ની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY