નાંદોદના સુંદરપુરા ગામમાં પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકાના પિતા અને કાકા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો 

0
32

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે પુત્રી સાથેના પ્રેમ સંબંધ બાબતે પિતાએ પ્રેમીને પુત્રીથી દુર રહેવા ધમકી આપ્યા બાદ અંતે હત્યા કરી નાખી હોવાની ફરિયાદ દાખલ થતા ચકચાર મચી જવા પામી છે ત્યારે મરનાર યુવાનના પિતાએ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે હત્યારા કાકા ભત્રીજા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

સુંદરપુરા ગામમાં રહેતા પ્રહલાદ ગોપાલભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેમનો પુત્ર હિતેશ પ્રહલાદભાઇ વસાવા (21) ને તેમના ગામમા રહેતા શૈલેશભાઇ વસાવાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય તેની જાણ શૈલેષભાઇ વસાવાને તથા તેના કાકાના દિકરા આર્યન વસાવાને થતા તેમણે હિતેશને કહેલ કે છોકરી સાથે પ્રેમ સંબંધ રાખતો નહીં નહીતર તારૂ ખુન કરી નાખીશુ તેવી ધમકીઓ આપી હોય હિતેશનો પ્રેમ સંબંધ ચાલુજ રહેતા તેના કારણે શૈલેશભાઇ મોરાભાઇ વસાવા તથા તેના કાકાના દિકરા આર્યન રણજીતભાઇ વસાવા બન્ને કાકા ભત્રીજા એ મળી દિકરા હિતેશ ઉપર કોઇ જગ્યાએ બોથડ હથીયારથી માથાના ભાગે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેનું મોત થયું હતું .આમ પ્રેમિકાના પિતા અને કાકાના દીકરાએ હિતેશની હત્યા કરી હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશને દાખલ થતા પોલીસે કાકા ભત્રીજા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તપાસ ટાઉન પી આઈ આર એન રાઠવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY