રાજયમાં સિઝનનો સરેરાશ ૬૨.૦૩% વરસાદ, માત્ર ૧૩ ડેમમાં જ ૧૦૦% પાણીનો જથ્થો!

0
15

ગાંધીનગર,તા.૧૮
રાજ્યમાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો છે. અત્યાર સુધીના આંકડા તપાસીએ તો રાજ્યમાં સરેરાશ ૬૨.૦૩ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા તપાસીએ તો ખેડા જિલ્લાના કપડવંજમાં સૌથી વધારે છ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલના ગોધરામાં ૫.૩૬ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના જળાશયોમાં પાણીના જથ્થાની વાત કરીએ તો ફક્ત ૧૩ ડેમ જ એવા છે જે સંપૂર્ણ રીતે ભરાયેલા છે.
રાજ્યમાં વરસાદનો બીજા રાઉન્ડ શરૂ થયો છે ત્યારે પણ પાંચ જેટલા તાલુકાઓમાં સિઝનનો બે ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. ૨૦ તાલુકાઓ એવા છે જ્યાં પાંચ ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. ૫ ઇંચથી ૧૦ ઈંચ વરસાદ નોંધાયો હોય તેવા ૪૪ તાલુકા છે. ૯૯ તાલુકાઓમાં ૧૦ થી ૨૦ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ૫૩ તાલુકા એવા છે જ્યાં ૨૦ થી ૪૦ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ૪૦ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાઓની સંખ્યા ૩૦ છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છતાં અનેક જગ્યાએ પીવાના પાણીની અછત છે. રાજ્યના ૨૦ તાલુકાઓના ૫૧ ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. આ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ૬૩ ટેન્કર આપવામાં આવ્યા છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે પણ કચ્છમાં અત્યાર સુધી ફક્ત ૧૬.૨૪ ટકા જ સરેરાશ વરસાદ નોંધાયો છે. જાકે, બીજા રાઉન્દ દરમિયાન કચ્છમાં પણ વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છના ગાંધીધામમાં ૧.૬૮ ઇંચ વરસાદ નોંધાયો છે તો અંજારમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન કચ્છનાં ૧૦ તાલુકામાં સૌથી વધુ ૨.૨૮ ઇંચ વરસાદ ભચાઉમાં નોંધાયો છે.
કચ્છના ૧૦ તાલુકાઓમાં સરેરાશ ૧૬.૨૪ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી ઓછા વરસાદ લખપત તાલુકામાં ૩.૧૫ ટકા, રાપરમાં ૪.૫૬ ટકા નોંધાયો છે. જ્યારે સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં ૩૪.૭૫ ટકા નોંધાયો છે.
રાજ્યના નાના મોટા ૨૦૩ જળાશળોમાં પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો સંપૂર્ણ ભરાયેલા હોય તેવા જળાશયોની સંખ્યા ૧૩ છે. ૩૧ ડેમમાં ૭૦થી લઈને ૧૦૦ ટકા જેટલું પાણી છે. ૨૫ ડેમમાં ૫૦થી ૭૦ ટકા પાણી છે. ૫૦ ડેમમાં ૨૫થી ૪૯ ટકા પાણી છે, ૮૫ ડેમમાં પાણીનો જથ્થો ૨૫ ટકાથી પણ ઓછો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY