વડોદરા,તા.૨૧
સલમાનખાન નિર્મિત લવયાત્રી ફિલ્મના નામ સામે વિરોધ થયા બાદ ફિલ્મનું નામ બદલ્યા પછી પણ ફિલ્મ સામે ઉભો થયેલો અસંતોષ અટકતો નથી. લવયાત્રી ફિલ્મમાં ગરબાની પવિત્રતાનો ભંગ થઇ રહ્યો હોવાનો આરોપ લગાવી કારણ વગર ધાર્મિક વૈમનસ્ય ફેલાવાઇ રહ્યો હોવાનું જણાવી વડોદરાની કોર્ટમાં સલમાનખાન અને કલાકારો સામે ફરિયાદ કરવામાં આવી હતી. આગામી ૨૭ સપ્ટેમ્બરે સમગ્ર મામલાની સુનાવણી યોજાશે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રહેતા મેઘાબેન પુરોહિત અને મકરપુરાના પ્રવિણ તરબદાએ પોતાના એડવોકેટ રંજન કુમાર ઝા મારફતે વડોદરાની ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં લવયાત્રી ફિલ્મના પ્રોડ્યુસર સલમાનખાન, કલાકારો આયુષ શર્મા અને વરીના હુસેના તથા ફિલ્મના ડાયરેકટર તથા ફિલ્મ સેન્સર બોર્ડના ચેરમેન સામે ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી ૨૭ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




