સુરત, તા.૬
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા ટુલ ટેક એક્ઝિબિશન કરવાની તૈયારી હાથ ધરી રહ્નાં છે. જેને લઈને મંગળવારે સુરત ડાયમંડ એસોસિએશનની ઓફિસ ખાતે ૨૦ ઉદ્યોગકારોની મીટિંગ મળી હતી.
ડાયમંડ ક્ષેત્રે કટિંગ અને પોલીશિંગ માટે ૪પી, લેસર, પ્લાનર જેવી ઘણી મશીનો ઉપયોગમાં આવી રહી છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જણાવ્યાનુસાર ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં મશીનરીઓ ઝડપથી અપગ્રેડ થઈ રહી છે. હાલ ૪પી મશીનરી માટે ૨૫ ટકા સબસીડી ઉદ્યોગકારોને મળે છે. જ્યારે મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગકારોને ૪પી મશીનરી માટે ૩૫ ટકા સુધીની સબસીડી આપવામાં આવી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




