માંડવી,તા.૧૧
માંડવી શામળબેચરની પોળણાં આવેલી દુકાનમાં રવિવારે મોડી સાંજે લૂંટ કરવાના ઇરાદે ઘૂસી આવેલા ત્રણ પૈકી એક લૂંટારૂએ સામાજિક કાર્યકર ગુલાબ રાજપૂત ઉપર ખૂની હુમલો કરતાં સનસનાટી મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ સ્થળ ઉપરથી એક લૂંટારુને ઝડપી પાડી સિટી પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સામાજિક કાર્યકરનેઆપી રોડની એક ખાનગી હોસ્પિટલના ઇઇસીયુમાં ખસેડાયા હતા. પોલીસ લૂંટારૂઓ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે, સંગમ ચાર રસ્તા પાસે રહેતાં સામાજિક કાર્યકર ગુલાબ ખેતસિંહ રાજપૂત માંડવી શામળ બેચરની પોળમાં હેન્ડીક્રાફ્ટ્સ અને ગિફ્ટ આર્ટિકલની દુકાન ધરાવે છે. જે રવિવારે તેમણે દુકાન ચાલુ રાખી હતી. જ્યારે આસપાસની દુકાનો બંધ હોવાથી લોકોને એટલી અવરજવર ન હતી.
જેનો લાભ લઇ મોડી સાંજે પોણા સાત વાગ્યાના અરસામાં ગ્રાહકના સ્વાંગમાં ત્રણ લૂંટારૂ આવ્યા હતા. જેમાં એક લૂંટારૂ દુકાનમાં ઘુસી ગયો હતો. તેણે ગુલાબ રાજપુતને વિંટી અને લકી આપી દો તેમ કહેતાં ગુલાબ રાજપૂતે તેનો સામનો કર્યો હતો.
તે વખતે હુમલાખોરે તેની પાસેના ચપ્પુ વડે ગુલાબ રાજપૂતને ઉપરાછાપરી ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ગળા તથા હાથના ભાગે તેમને વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન તેમણે મદદ માટે બૂમાબૂમ કરી મુકતા નજીકમાં હાજર લોકો દોડી આવ્યા હતા. પોલીસે પકડાયેલા લૂંટારૂ સંજય રાજુ સેવારની પૂછપરછ શકરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




