પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માને બદલે હનુમા વિહારીને રમાડો : ગાવસ્કર

0
13

ન્યુ દિલ્હી,તા.૨૯
ટી૨૦ સીરીઝમાં બરાબરી કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયા આગામી ૬ઠ્ઠી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં ટકરાવવાની છે. પહેલી ટેસ્ટ ૬ થી ૧૦ની વચ્ચે રમાશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓને સમાવવાને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. પ્લેઇંગ ઇલેવનમાં કોને સમાવવા તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે ત્યારે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે રોહિતને ટીમમાં ના લેવાનો મત વ્યક્ત કર્યો છે, તેની જગ્યાએ હનુમા વિહારી બેસ્ટ ઓપ્શન છે.
ક્રિકેટની દુનિયામાં ‘સની કે લિટલ માસ્ટર’ના નામથી ઓળખાતા સુનિલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાને સલાહ આપતા કહ્યુછે કે, મને લાગે છે કે પહેલી ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને રમાડવો જાઇએ, મારો આ સ્પષ્ટ મત છે. છેલ્લી ટેસ્ટમાં તેને અડધીસદી ફટકારી હતી.
તે પહેલા હનુમા વિહારી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં હતો, ત્યાં પણ તેને હાફ સેન્ચૂરી ફટકારી હતી, જ્યારે એક બેટ્‌સમેન સારુ રમી રહ્યો હોય તો તેને ટીમમાં સામેલ કરવો જાઇએ. ઉપરાંત તે એક સારો બાલર પણ છે. તમે બે સ્પીનર અને બે ફાસ્ટ બાલરની સાથે ઉતરો તો વિહરી એક બાલિંગ ઓપ્શન બની શકે છે.
આ વર્ષે રોહિત શર્માએ માત્ર બે ટેસ્ટ મેચ રમી છે, સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેને ૧૯.૫૦ની એવરેજથી માત્ર ૭૮ રન બનાવ્યા. ગાવસ્કરે કહ્યુ કે ભારતે પૃથ્વી શા અને મુરલી વિજયની સાથે ઓપનિંગ કરાવવી જાઇએ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY