માંગરોળ તાલુકાના કંકાણા મુકામે માંગરોળ તાલુકા હેલ્થ વિભાગ દ્વારા સગર્ભા તપાસ માતૃત્વ અભિયાન કેમ્પ યોજાયો

0
296

માંગરોલ તાલુકાના કંકાણા ગામેં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તાલુકા હેલ્થ ઓફીસ માંગરોળ ના નેજા હેઠળ પ્રધાન મંત્રી માતૃત્વ સગર્ભા સંપૂર્ણ તાપસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ માતા મુત્યુ દર અને બાળ મુત્યુ દર ઘટાડવાનો રહ્યો હતો,
આ કેમ્પની અંદર 135 થી વધુ મહિલાઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું,આ કેમ્પનું આયોજન માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભી સાહેબ ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ તાલુકા હેલ્થ ઓફીસ ની સંપૂર્ણ ટીમે તથા 108 ના સ્ટાફે કેમ્પને સફળ બનવા જહેમત ઉઠાવી હતી,કેશોદ ના ધારા સભ્ય દેવભાઈ માલમે કેમ્પ મા હાજરી પાઠવી હતી,

આ કેમ્પ મા 108 અને ખીલ ખિલાટ સેવામાં મુકવામા આવી હતી જેમાં 108 મહિલાઓને ઘરે થી હોસ્પિટલ માટે અને ખીલ ખિલાટ હૉસ્પિટલ થી ઘરે લઈ જવા માટે વ્યવસ્થા રૂપે રાખવામાં આવી હતી,
આ કેમ્પમા 108 ના મેનેજર નિલેશભાઈ ભરપોરા અને અને જીલા ઓફિસર ચેતનભાઈ ગાંધે હાજર રહયા હતા અને માતૃત્વ અભિયાન વિશે માહિતી આપી હતી,તથા 108 ના સદસ્યો ઇદરીશભાઈ અમરેલીયા ,રાજેશ જોશી,પૂનમ વાઘેલા,જીતેન્દ્ર સાગરકા,વિજયભાઈ ,મહેન્દ્રભાઈ ,રોહિતભાઈ અને ડાયા ભાઈએ સાથે મળીને સંપૂર્ણ કાર્યક્રમમા ભારે જહેમત ઉઠાવી હતી..

રીપોર્ટર
મનીષ ડાકી
માંગરોળ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY