સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ.
જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. અર્જુનસિંહ એ.જાડેજાને બાતમી મળેલ કે, સાયલા તાલુકાના સાપર ગામની સીમમાં રમેશભાઈ દેવરાજભાઈ કુકડિયા ઢેઢૂકી વાળા ની વાડી પાસે ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે અમુક માણસો જુગાર રમે છે.
સાયલા પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળસાયલા પોલીસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સ. અર્જુનસિંહ એ.જાડેજા નાઓની બાતમી આધારે સાયલા પોલીસ સ્ટેશનનાએ.એસ.આઇ. મહેન્દ્રસિંહ ઝાલા તથા રવિરાજ સિંહ ઝાલા તથા અશ્વિનભાઈ ગઢવી વિગેરે સહીતની ટીમ દ્રારા સાયલા તાલુકાના સાપર ગામની સીમમાં રમેશભાઈ દેવરાજભાઈ કુકડીયા રહે.ઢેઢૂકી વાળા ની વાડી પાસે ખુલ્લી જગ્યામાં ઝાડ નીચે રેઈડ કરતા જુગાર રમતા આરોપીઓ- (૧) રવજીભાઈ ભલાભાઇ ધાવડી જાતે ત.કોળી ઊ.વ.૬૯ ધંધો ખેતી રહે ચોટીલા વાસુકી પરા(૨) બાબભાઈ લઘરાભાઈ ખાચર જાતે કાઠીદરબાર ઉ.વ.૪૫ ધંધો મજૂરી રહે ઢેઢૂકી તા.સાયલા(૩) દુદાભાઈ પોપટભાઈ પનારા જાતે ચુ.કોળી ઉ.વ. ૪૦ધંધો ખેતી રહે હડાળા તા-સાયલા (૪) ભુપતભાઈ સુરેશભાઈ વેગડ જાતે કાઠીદરબાર ઉ.વ.૪૦ ધંધો ખેતી રહે ઢેઢૂકી તા સાયલા(૫) કમલેશભાઈ ભીખુભાઈ મેણીયા જાતે ત.કોળી ધંધો ખેતી રહે. કુંભારા મોટી વાડી તા ચોટીલા વાળાઓને રોકડ રકમ રૂ,૧૩૪૮૦/- તથા મોબાઇલ નંગ-૪ જેની કિ,રૂ,૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૫૯૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનના પો.કો. રવિરાજસિંહ ગીરીરાજસિંહ રાણાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
વધુ તપાસ સાયલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ મહેન્દ્રસિંહ એસ. ઝાલા તથા સાથેના સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




