
મુંબઈ,તા.૧૯
મનોજ વાજપેયી, નીરજ કાબી અને રણવીર શૌરીની ફિલ્મ ‘ગલી ગુલીયા-ઈન ધ સેડોઝ’નું ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક સાયકોલોજીકલ ડ્રામા છે. જેમાં મનોજ વાજપેયીનો રોલ જબરદસ્ત છે. આ ફિલ્મ ભારતની બહાર અત્યાર સુધીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં જબરદસ્ત પ્રદર્શન કરી ચુકી છે.
‘ગલી ગુલીયા-ઈન ધ સેડોઝ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ટ્રેલરમાં મનોજ વાજપેયી અને નીરજ કાબીનો ખુબ જ ઈંટેસ સીન છે, જે એક શાનદાર કહાની રજૂ કરે છે. આ ફિલ્મની કહાની જુની દિલ્હીની આસપાસ ફેરવવામાં આવી છે. ટ્રેલરમાં મનોજ એક બાળકને બચાવતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ટ્રેલરને જોઈ તમારી ઉત્સુકતા હજુ વધવાની છે. થોડા દિવસ પહેલા મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ વાજપેયીને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
જ્યારે ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે મનોજે કહ્યું કે, ‘ગલી ગુલીયા-ઈન ધ સેડોઝ’માં મને સૌથી વધારે આકર્ષિત તેના કન્ટેન્ટે કર્યો હતો, જે રંગીન તસવીરની બીજી બાજુ ક્લોસ્ટ્રોફોબિક પક્ષને જુએ છે કે કેટલીક ફિલ્મો અતીતમાં જુની દિલ્હી સામે પ્રેઝન્ટ થઈ છે. જણાવી દઈએ કે, મનોજ વાજપેયીની આ ફિલ્મ ૭ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



