ફેસબૂક ફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવવો મુશ્કેલ પડ્યો

0
93

આ ઘટનામાં અડાજણ પો.સ્ટે.ના કોન્સ્ટેબલ સિકંદરને પણ સંડોવી દેવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળે છે.પોલીસમેન સિકંદરના કહેવા મુજબ બનાવ બન્યો તે દિવસે તે અમદાવાદ પાસેનાં બાવળા ખાતે હતો.
આ અંગે મળતી વિગત મુજબ, અડાજણ ખાતે રેખાપાર્કમાં રહેતા પ્રિતેશ પરમાર ને થોડા સમય પહેલાં મુંબઇની એક યુવતી સાથે ફેસબૂક પર મિત્રતા થઇ હતી. દરમિયાન આ યુવતી ૧૪મીએ વેલન્ટાઇન ડે ના દિવસે પ્રિતેશને મળવા સુરત આવી હતી. બંને બપોરના સમયે બાઇક પર સચિન નજીક રોડ પર બેઠા હતા. ત્યારે બે જુદી જુદી કારમાં પાંચથી છ ઈસમો આવીપોતાની ઓળખ પોલીસ તરીકે આપી બળજબરીથી બંનેને કારમાં ગોંધી ને સચિનના અલગ વિસ્તારોમાં ફરેવીને વીડિઓ ઉતારી લીધો હતો અને રૂપિયા પચીસ હજારની માંગ કરી હતી.જો કે તે વખતે પ્રીતેશ પાસે માત્ર રૂ.૮૭૦૦ જ હતા તે પણ આ નકલી પોલીસે ઝૂંટવી લીધા હતા.
આ સમયે પ્રીતેશે તેના અડાજણ સ્થિત જલારામ ખીચડીના મેનેજર જીગ્નેશ પટેલને ફોન કર્યો હતો.અને પોલીસે પકડ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી જીગ્નેશે અડાજણ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સિકંદરને ભલામણ માટે કહ્યું હતું.પોલીસમેન સિકંદરે મિત્રતાને નાતે સચિન પોલીસ હશે તેમ સમજીને નકલી પોલીસ સાથે વાત કરી હતી. જોકે આ તોડબાજોએ સિકંદરને પણ મામલા માં ફસાવી દેવાની ધમકી આપેલ.
ત્યારબાદ આ નકલી પોલીસ પ્રીતેશ અને તેની મહિલા મિત્રને ઉતારી ભાગી છૂટી હતી.મોડી રાત્રે પ્રીતેશ પરમારે એક ચેનલ કર્મી પત્રકાર પી.બી.અશ્વિન સહિત પાંચ સામે લૂંટ ,અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો.
દરમિયાન આ બાબતે અડાજણ પોલીસ મથકના કોન્સ્ટેબલ સિકંદર પીરૂભાઈએ રૂબરૂમાં કે જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે તેઓ રજા પર હતા અને સુરત ની બહાર અમદાવાદ નજીકના બાવળા મુકામે એક સામાજિક પ્રસંગમાં હતા. આ મામલામાં તેમનું નામ સંડોવી દેવાતા સિકંદર પીરૂભાઈએ રૂબરૂમાં પોલીસ કમિશનરને મળીને હકીકત જણાવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY