મુઝફ્ફરાબાદ,તા.૧૨
પાકિસ્તાને પોતાના કબ્જા હેઠળના કાશ્મીરના લોકોને તરસે મારવાની યોજના અમલમાં મુકી છે.જેના પગલે લોકોમાં પાકિસ્તાની સરાકર સામે ભારે ઉકળાટ છે.
પાકિસ્તાને પાક કબ્જા હેઠળના કાશ્મીરના મુઝ્ઝફરાબાદ પાસેથી પસાર થતી નીલમ નદીનુ પાણી પંજાબ તરફ વાળી દીધુ છે. જેના કારણે હવે ચોમાસામાં પણ મુઝ્ઝફરાબાદ પાસે નીલમ નદીમાં પાણી નથી. નદીનો પટ એક નાળા જેટલો દેખાઈ રહ્યો છે.
પાકિસ્તાનની આ કાર્યવાહી સામે મુઝ્ઝફરાબાદમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. લોકોએ પાકિસ્તાની સરકાર પર જળયુધ્ધ છેડવાનો આરોપ મુકયો છે. લોકો કહે છે કે પાકિસ્તાનનો અસલી ચહેરો દુનિયા સામે લાવવા માટે આંદોલન જરુરી છે.
અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે નીલમ નદી પર હાઈડ્રો પાવર પ્રોજેક્ટથી આખા પાકિસ્તાનને ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટમાંથી મુઝ્ઝફરાબાદના લોકોને શું મળશે…અમને મફત વીજળી આપવાની જગ્યાએ ચાર ગણુ વીજ બીલ વસુલવામાં આવે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




