ન્યુ દિલ્હી,તા.૨૬
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા MCIના સંચાલન માટે એક સમિતિનું ગઠન કરવા સદર્ભમાં એક અધ્યાદેશ પર બુધવારે હસ્તાક્ષર કર્યા છે. આ વ્યવસ્થા તે માટે છે, જયારે નવા આયોગના ગઠનને મંજૂરી આપનાર બિલસંસદમાં પસાર થઈ જાય. નાણામંત્રી અરૂણ જેટલી આ વિશે જાણકારી આપી હતી.
MCIના જગ્યાએ નેશનલ મેડિકલ કમીશનના ગઠન સંબધિત બિલમાં સંસદમાં પસાર થવાનું બાકી છે. જેટલીએ કહ્યું કે કેન્દ્રીય મંત્રિમંડળમાં બુધવારે સવારે બિલને મંજૂરી આપી અને રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી છે.
તેમને કહ્યું કે MCIના ચૂંટાયેલ વ્યકિતનો કાર્યકાળ જલ્દી પૂરો થવાનો છે. આવામાં કામ શરૂ રાખવા માટે વ્યકિતઓની એક સમિતિની જરૂર પડી રહી હતી.
MCIને ચલાવનાર બોર્ડ ઓફ ગવર્નર્સ નીતિ આયોગના સભ્ય ડો. વી.કે પોલ, એમ્સના નિર્દેશક રણદીપ ગુલેરિયા અને નિખિલ ટંડન સામેલ કરવામાં આવશે. આ સિવાય ડો જગત રામ, બીએમ ગંગાધર, ડો એસ વેંકેટેશ અને ડો બલરામ ભાર્ગવ પણ સમિતિમાં સામેલ કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




