મુંબઈ,તા.૨
રણવીર સિંહની ગણના આજે બોલીવૂડમાં ટોચના કલાકાર તરીકે થાય છે. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દીની શરૂઆત પોતાના દમ પર કરી હતી. થોડા જ વરસોમાં પોતાની મહેનત અને અભિનય ક્ષમતાને કારણે તે આજે સૌથી વધુ ફી લેનારા અભિનેતાઓની યાદીમાં સામેલ થઇ ગયો છે. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી હોવાથી આજે તે દર્શકો તેમજ બોલીવૂડના માંધાતાઓનો માનીતો અભિનેતા બની ગયો છે.
રણવીર સિંહ એક પછી એક ફિલ્મો હિટ આપીને આજે દરેક ફિલ્મ દીઠ રૂપિયા ૧૫ થી ૧૮ કરોડ ફી વસૂલી રહ્યો છે. તેના બંગલા અન લક્ઝરી કારનો કાફલો મળીને રૂપિયા ૧૩૬ કરોડની સંપત્તિનો તે માલિક છે. રણવીર પાસે મુંબઇમાં એક સી-ફેસિંગ ફ્લેટ છે જે તેણે રૂપિયા ૧૫ કરોડમાં ખરીદ્યો હતો.
આ ઉપરાંત તેની પાસે એસ્ટન માર્ટિન રેપિડ રૂપિયા ૩.૨૯ કરોડ, લેંડ રોવર રેન્જ રૂપિયા ૨. ૦૫ કરોડ, જગુર એક્સજેલ રૂપિયા ૧.૦૭ કરોડ, ટોયેયા લેન્ડ ક્રુઝ પરડો રૂપિયા, ૧.૦૪ કરોડ, મસ્રિડિઝ બેંચ જીલીએસ રૂપિયા ૮૩ લાખ, મર્સિડિઝ,રૂપિયા ૭૦ લાખ, ઓડીક્્યુ ૫ રૂપિયા ૫૯.૭૮ લાખ, મારુતી સિઆઝ રૂપિયા ૧૦.૯૭ લાખ જેવી કારનો કાફલો છે.
એટલું જ નહીં, તેની સ્ટાઇલ લોકો કરતાં જુદી જ છે. રણવીર પાસે એક હજાર કરતાં પણ વધુ જાડા છે. જેની કિંમત લગભગ રૂપિયા ૭૦ લાખ જેટલી થાય છે. રણવીરને ડાયરેકટર રોહિત શેટ્ટીએ રૂપિયા પાંચ લાખની ફેની ની ઘડિયાળ ભેટ આપી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



