મોદી જેવા મહાન પીએમ,યોગી જેવા હિંદુવાદી મુખ્યમંત્રી છતાં ભગવાન રામ ટેન્ટમાંઃ સુરેન્દ્ર સિંહ

0
15

ભગવાન રામ બંધારણથી મહાન છે
બલિયા,તા.૧૮
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે ભાજપના નેતાઓના નિવેદનો રોજબરોજ આવતા જ હોય છે. હવે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આપણી પાસે મોદીજી જેવા મહાન પીએમ હોય અને એ પણ હિંદુવાદી. યોગીજી જેવા મહાન હિંદુવાદી સીએમ હોય…તેમ છતા ભગવાન રામ ટેન્ટમાં રહ્યા , આનાથી વધુ દુર્ભાગ્ય ભારત અને હિંદુ સમાજ માટે કંઇ નથી. આવી પરિસ્થિતિમાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવું જાઇએ.
આ દરમિયાન સુરેન્દ્ર સિંહે ભગવાન રામને બંધારણથી મહાન ગણાવતા જણાવ્યું હતું કે, બંધારણથી મોટા ભગવાન રામ હોય છે. ધારાસભ્ય હોવા છતાંય હું સ્પષ્ટ પણે કહી શકું છું કે, ભગવાન રામ બંધારણથી મહાન છે. આસ્થાની વસ્તું છે. આના પર થોડો પણ વિલંબ થવો જાઇએ નહિં. રામ મંદિરનું નિર્માણ થવું જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY