હળવદ બસ સ્ટેન્ડમાં અનેક સમસ્યાઓથી મુસાફરો પરેશાન

0
43

અનેકવાર રજૂઆત કરવા છતાં હળવદ ડેપો મેનેજર મેનેજર નું પેટનું પાણી હાલતું નથી,

જિલ્લામાં હળવદ તાલુકો કૃષિ ઉત્પાદન ક્ષેત્રે એમ જ મીઠા ઉદ્યોગ માં મોખરાનુ સ્થાન ધરાવે છે હળવદ તે કચ્છનું પ્રવેશદ્વાર ગણાય છે જત્યારે હળવદ ને એસ.ટી તંત્ર દ્વારા ઘોર અન્ય કરી રહ્યું છે તાલુકાની પ્રજા સાથે એસ.ટી.તંત્ર ઓરમાયુ વર્તન કરી રહ્યું છે હળવદ બસ સ્ટેશનમાં છેલ્લા કેટલાક સમયથી ઠેર-ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે ગંદા પાણીના ખબોચીયા જોવા મળી રહ્યા છે જેના કારણે મુસાફરોના આરોગ્ય જોખમાય છે આ ધંમધોકતા તડકામાં પંખા પણ શોભાના ગાંઠિયા સમાન બંધ હાલતમાં જોવા મળે છે અમુક ગામડાઓમાં આજે પણ બસની સુવિધા થી વંચિત છે એટલું જ નહીં રાતના સાત વાગ્યા પછી બસ સ્ટેશનમાં એક પણ બસ અંદર આવતી નથી રાત્રિના સમયે ૧૦ થી ૧૫ બસ હળવદ બાયપાસ હાઈવે પરથી જતી રહે છે મુસાફરોને બે કિલોમીટર સુધી ચાલીને ગામમાં આવવું પડે છે એક બાજુ સરકાર દ્વારા મુસાફરોને આકર્ષવા મોટી મોટી જાહેરાત કરાય છે ડિજિટલ બસ સ્ટેશન બનાવાય છે ત્યારે હળવદ પંથકના લોકોની માગણી છે કે મુસાફરોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવે અને સમસ્યાઓ દૂર કરાય તેવી માગણી ઉઠવા પામી છે હળવદ બસ સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે અને બાર જતી બસ હળવદ સ્ટોપ પર લાવવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરી મુશ્કેલીઓ દુર કરે તેવી લોકોમાં લાગણી અને માગણી ઉઠવા પામી છે

મયુર રાવળ,હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY