ન્યુ દિલ્હી,તા.૧૮
દિલ્હીમાં હાલ ક્રાઇમનો રેશિયો દિવસે વધી રહ્યા છે. વસંતકુંજમાં ફેશન ડિઝાઇનરની હત્યા બાદ હવે સરિતા વિહાર વિસ્તારમાં એક ૭૩ વર્ષની બુઝૂર્ગ મહિલા સાવિત્રી પાંડેનું ગળું કાપીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. બુઝુર્ગ મહિલાને તેના જ ઘરમાં ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે. મહિલાની લાશ મળવાથી વિસ્તારમાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટના સમયે મહિલાનો પતિ કોઇ કામથી બહાર ગયો હતો. જ્યારે તે ઘરે પહોંચ્યા ત્યારે તેમની પત્નીની લાશ ઘરમાં રહેલા સોફા પર પડી હતી.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, મહિલાના પતિએ ઘરે પહોંચીને જાયું તો કોઇએ તેમની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી અને લાશ સોફામાં પડી છે. બુઝુર્ગ મહિલાના પતિએ પોલીસને તાત્કાલિક ફોન કરીને તેની જાણકારી આપી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોચ્યા બાદ મૃતદેહની તપાસ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનાને અંજામ ચોરી કે લૂંટના ઇરાદે કરવામાં આવી નથી. ઘરમાંથી કોઇ વસ્તુ પણ ગુમ થઇ નથી. પોલીસનો દાવો છે કે, જ્યારે બુઝુર્ગ મહિલા એકલી હતી, ત્યારે ઘરમાં કોઇ જાણકારે જ પ્રવેશ કર્યો હતો.
જા કે, દુર્ઘટનાવાળા ઘરમાં સીસીટીવી કેમેરા લાગ્યા હતા, પરંતુ કેમેરા ખરાબ નીકળ્યા હતા. એક કેમેરો ડ્રાઇંગરૂમમાં અને બીજા ઘરની બહાર લગાવેલો હતો, પરંતુ બન્નેમાંથી કોઇકેમેરામાં આરોપીઓના ચહેરા કેપ્ચર થયા નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



