મેક્યુલર ડિજનરેશન રો વધતી વયની સાથે આંખોના દુશ્મન તરીકે છે. અમારી આંખની વચ્ચેના હિસ્સાને તબીબો મેક્યુલા તરીકે કહે છે. મેક્યુલાનુ કામ આંખોના સેન્ટરલ વિજનને ફોક્સ કરવા માટેનુ હોય છે. આ અમારી જાવા, ડ્રાઇવ કરવા, ચહેરા, રંગ અને ઓબ્જેક્ટને ઓળખી કાઢવાની ક્ષમતા નિયંત્રિત કરે છે. અમારી આંખોની આંતરિક સપાટી ઇમેજ રેકોર્ડ કરે છે. ત્યારબાદ ઓપ્ટિક નર્વ આ ઇમેજને આંખથી બ્રેઇન સુધી પહોંચાડે છે. જેથી અમે કોઇ પણ વસ્તુઓને નિહાળી શકીએ છીએ અને સાથે સાથે ઓળખી પણ શકીએ છીએ. મેક્યુલા ચોખાના દાણાના કદમાં અથવા તો આશરે ચાર સેન્ટીમીટરની હોય છે. વય વધવાની સાથે સાથે મેક્યુલા નુકસાનગ્રસ્ત બને છે. તેની ક્ષમતા ઘટવા અથવા તો નુકસાનગ્રસ્ત હોવાના કારણે સૌથી વધારે જાવાની શÂક્ત ધીમી ધીમે ઘટે છે. શરૂઆતમાં દેખાવવામાં તકલીફ પડે છે. કોઇ પણ ચીજ ઝાંખી દેખાય છે. ધીમે ધીમે મેક્યુલાના ફોટો રિસેપ્ટર્સ મરી જાય છે. જેથી સેન્ટ્રલ વિજન ખતમ થવા લાગી જાય છે. આ જ કારણસર એડવાન્સ મેક્યુલર ડિજનરેશનવાળા લોકો ડ્રાઇવ કરી શકતા નથી. વાંચી શકતા નથી. તેમને ચહેરા જાવામાં તકલીફ પડે છે. તેમના માટે તેમની નજીકના લોકોને પણ ઓળખી કાઢવાની બાબત મુશ્કેલરૂપ બની જાય છે. આ વાસ્તવિકતા છે કે મેક્યુલા રોગી સંપૂર્ણપણે આંધળા થતા નથી. પરંતુ અસહાય અને નબળા ચોક્કસપણે થઇ જાય છે. કેટલીક બિમારીના સકંજામાં આવી જાય છે. મેક્યુલર ડિજનરેશનના રોગ માટે સૌથી મોટા કારણ તરીકે વધતી વય છે. વય વધવાની સાથે સાથે રોગનો ખતરો વધતો જાય છે. જીન્સના કારણે આ રોગ થાય છે. આવી સ્થિતીમાં તબીબી વિજ્ઞાને ૧૫ જીન્સની શોધ કરી છે. જેના કારણે આ રોગનો ખતરો વધી જાય છે. પરેશાની એ છે કે અમે અમારી વધતી વયને રોકવાની સ્થિતીમાં નથી. સાથે સાથે જીન્સને બદલી નાંખવાની સ્થિતીમાં પણ નથી. માત્ર જીવનશેલીમાં ફેરફાર કરીને બિમારીને નિયંત્રિત કરી શકાય છે. ડ્રાય અથવા તો વેટ એમ બે રીતે રોગ હોય છે. ડ્રાય મેક્યુલર ડિજનરેશન ધીમે ધીમે વધે છે. આ રોગના કારણે સેન્ટરલ વિજન ગુમાવી દેવામાં મહિનાઓ અથવા તો સાલ લાગી જાય છે. પરંતુ તેનો કોઇ ઇલાજ નથી. આવા લોકોને સૌથી પહેલા ડ્રાઇવ કરવામાં અને ટીવી નિહાળવામાં તકલીફ આવે છે. ત્યારબાદ અન્યોના ચહેરાને ઓળખી શકતા નથી. ડ્રાયના બદલે વેટ મેક્યુલર ડિજનરેશન વધારે ઝડપી અને આક્રમક છે. આવા લોકોની સારવાર વહેલીતકે ન થાય તો બે ત્રણ મહિનામાં જ દ્રષ્ટિ ગુમાવી દે છે. વેટ મેક્યુલર રોગ માટે આજે અનેક દવા ઉપલબ્ધ રહેલી છે. ૫૦ વર્ષની વયને પાર કરી લીધા બાદ દર એક બે વર્ષમાં આંખની ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. તબીબોને કેટલીક બાબતોને લઇને માહિતી મેળવી લેવી જાઇએ. મેક્યુલાને નુકસાન થઇ રહ્યુ છે કે કેમ તેની ખાતરી તબીબો પાસે કરાવી લેવી જાઇએ. ખાવા પીવાની ટેવને સંતુલિંત રાખવામાં આવે તે જરૂરી છે. વય વધવાની સાથે સાથે શરીરના અન્ય અંગો નબળા પડી જાય છે. એવી જ રીતે મેક્યુલાની ક્ષમતા પણ ઘટી જાય છે આના કોઇ પેથોલોજિકલ કારણ નહી હોવાના કારણે પેથોલોજી તપાસ કરાવીને રોગની માહિતી મેળવી શકાય નહી.આના ખતરાને ઘટાડી દેવા માટે સ્મોકિંગના પ્રમાણને ઘટાડી દેવામાં આવે તે જરૂરી છે. વધારે પ્રમાણમાં શરાબનો ઉપયોગ કરવો જાઇએ નહી. એન્ટી ઓક્સીડેન્ટ ખાદ્ય ચીજવસ્તુઓનો વધારે ઉપયોગ કરવાની જરૂર છે. સ્કોમિંકગના કારણે આ રોગમાં વધારો થવાનો ખતરો રહે છે. સ્મોકિંગને મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે. જે લોકોની ડાયટ યોગ્ય નથી અથવા તો ભોજન નિયંમિત નથી તે લોકો પણઁ આ બિંમારીનો શિકાર થઇ જાય છે. જે લોકો ધુમ્રપાન કરે છે તે લોકોમાં આ રોગનો ખતરો ચાર ગણો વધી જાય છે. આની સાથે સાથે જેના જેનેટિંગ આ રોગને વધારનાર હોય છે તે લોકોમા ંપણ ખતરો વધારે રહે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"