મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાએ મહેસાણા જીલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સૂચનાઓ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઇ બી.એમ.પટેલ તથા હે.કો જયેશકુમાર માનસંગભાઇ તથા હે.કો નાસીરબેગ અસ્લમબેગ તથા પો.કો ભરતકુમાર મોઘજીભાઇ તથા પો.કો ભરતકુમાર તળશીભાઇ તથા પો.કો વિજયકુમાર ઇશ્વરલાલ તથા પો.કો ભગવાનભાઇ રામજીભાઇ તથા પો.કો ચતુરજી ખુમાજીએ રીતેના તા- ૧૭/૦૨/૧૯ ના રોજ રાત્રીના સમયે મઢાસણા ડીપીથી વલાસણા જતા રોડ ઉપર પ્રોહીબીશન વોચ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ઉંડણી તરફથી બે સફેદ કલરની ગાડી આવતાં સરકારી તેમજ પ્રાઇવેટ ગાડીની આડાશ કરી બંને ગાડીઓને ઉભી રાખી જોતાં જેમાં સ્વીફટ VDI ગાડી નં- જી.જે.૦૨.બીએચ.૪૫૧૧ તથા હયુન્ડાઇ i20 નં-જીજે.૦૮.આર.૯૮૮૮ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૧૪૭૪ કિ.રૂ. ૧,૮૨,૨૦૦/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૧૦૫૦૦/- તથા બંને ગાડીઓની કિ.રૂ. ૬,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૭,૯૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પઠાણ અબ્દુલખાન સીલાવરખાન રહે-મહેસાણા શોભાસણ રોડ, તા.જી.મહેસાણા તથા ઠાકોર અશોકજી પુનાજી રઘુજી રહે- નુગર તા.જી.મહેસાણા વાળાને પકડી પાડેલ તથા મુન્નાભાઇ રહે- મહેસાણા તથા ઠાકોર મહેશજી રહે- જગુદણ તા.જી- મહેસાણા નાસી ગયેલ હોય તેઓના વિરૂધ્ધ ધી પ્રોહી એક્ટ કલમ.૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




