ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર કેવડીયામાં છોટાઉદેપુર લોકસભા બેઠકની બંધ બારણે સમીક્ષા બેઠક યોજી.
રાજપીપળા :2019 લોકસભાની ચૂંટણીઓના હાલમાં દિવસો ગણાઈ રહ્યા છે.દેશની બે મોટી પાર્ટીઓ ભાજપ-કોંગ્રેસે કાઉન્ટડાઉન શરૂ પણ કરી દીધું છે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુરે ગુજરાત લોકસભાની છોટાઉદેપુર બેઠક માટે કેવડીયામાં બંધ બારણે સમીક્ષા બેઠક યોજી જતી.જેમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,શબ્દશરણ બ્રહ્મભટ્ટ,આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.દર્શના દેશમુખ,રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવા,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા સહિત લોકસભાની 7 વિધાનસભાઓના પ્રમુખ,મહામંત્રી અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સમીક્ષા બેઠક અગાઉ ઓમ માથુરે જણાવ્યું હતું કે 2019 લોકસભામાં ભાજપને 2014 કરતા વધુ બહુમતી મળશે અને ગુજરાતમાં ભાજપ તમામ 26 સીટો જીતશે.મહાગઠબંધનની અમને ચિંતા નથી,અમારા કાર્યકર્તા અને પ્રધાનમંત્રીના કાર્યોને કારણે 2014 કરતા વધુ બેઠકો મળશે.વિપક્ષના મહાગઠબંધનની હાલત એવી છે કે અઠવાડિયામાં દરેક વાર પ્રમાણે પ્રધાનમંત્રી નિમશે મહાગઠબંધન એ સ્વાર્થબંધન છે.ઉત્તરપ્રદેશમાં ફોઈ ભત્રીજાનું ગઠબંધન બન્યું રહે તેવું ઈચ્છું છું.સરદાર સાહેબ ન હોત તો ભારતનું અસ્તિત્વ જ ન હોત,સરદાર સાહેબ સાથે અન્યાય થયો તે ઇતિહાસમાં છે.પીએમ મોદીએ સરદાર સાહેબની સૌથી મોટી પ્રતિમા સ્થાપીને એમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.જમ્મુ-કાશ્મીરના પુલવામાં હુમલા મુદે જણાવ્યું હતું કે વિપક્ષે આતંકી હુમલા બાદ સરકારને યોગ્ય સાથ આપ્યો છે અત્યારે સમગ્ર દેશ એક સાથે છે,આતંકીઓને યોગ્ય સમયે જવાબ અપાશે. પુલવામાં હુમલા બાદ આપણી ફોર્સ એક્ટિવ થઈ ગઈ છે,મોદીએ તે જ દિવસે ફોર્સને છૂટ આપી છે.5 વર્ષમાં અરુણાચલ અને ઉરીમાં જ આ પ્રકારે બનાવ બન્યા છે.અલગાવવાદીઓ સામે કાર્યવાહી કેમ નહીં એનાં પ્રશ્ને ઓમ માથુરે જણાવ્યું હતું કે ત્યાં કોર્ટ ઇનવોલ્વ છે,રાહ જુવો કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




