માર્ચના ફક્ત 30 દિવસમાજ રાજપીપળા સિવિલમાં શહેરના 300 થી વધુ વાયરલ ઇન્ફેક્સનના દર્દી જયારે 45 થી વધુ ડાયરિયાના કેસ નોંધાયા

ઉનાળાની શરૂઆતમાંજ રાજપીપળા શહેરમાં 40 થી 42 ડિગ્રી તાપમાન હોય આવનારા દિવસોમાં હાલત હજુ બગડશે
રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ પડી રહેલી ખતરનાક ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે તેના કારણે બીમારીનો આંકડો પણ બમણો થઈ રહ્યો છે રાજપીપળા ના ખાનગી અને સરકારી દવાખાનોઓ દર્દીઓ થી ફૂલ થઈ ગયા હોય હાલ રાજપીપળા સિવિલના આંકડા મુજબ ફક્ત માર્ચના એક મહિનાની વાત કરીએ તો 30 દિવસમાં જ સિવિલની ઓપીડી માં ઉછાળો આવ્યો છે જેમાં જાણવા મળ્યા મુજબ ફક્ત રાજપીપળા ના દર્દીઓની સંખ્યા જોઈએ તો વાયરલ ઇન્ફેક્સન ના 300 થી વધુ દર્દીઓ નોંધાયા છે જયારે ડાયરિયાના 45 થી વધુ દર્દીઓનો આંકડો નોંઘાયો હોવાનું સિવિલના સૂત્રો દ્વારા જાણવા માંડ્યું હતું .
હાલ ઉનાળા ની શરૂઆત માંજ ગરમીનો પ્રકોપ આટલો વધ્યો છે ત્યારે આવનારા મહિનાઓમાં ગરમીનો પારો વધુ ઉંચે જશે ત્યારે દર્દીઓની સંખ્યા ક્યાં જશે એ કહેવું મુશ્કેલ છે જોકે જાણવા મળ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે હજુ ટાઈફોઈડ , કમળા જેવા ખાસ દર્દીઓ નથી નોંધાયા પરંતુ જો તાપમાન વધશે ત્યારે આ દર્દીઓ સહીત અન્ય બીમારીઓ પણ ચોક્કસ વધશે ત્યારે લોકો માટે આવનારા દિવસો હજુ કપરા રહેશે એમ લાગી રહ્યું છે.
ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





